________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
લાધા શાહે કૃતિને અતે પોતાનો ટૂંકો પરિચય આપ્યો છે તેને આધારે જાણવા મળે છે કે તેઓ કડવાગચ્છના છે. આ પાટપરપરામાં આવતા શાહ કલ્યાણ - લહુજી - શાહ થોભણ - શાહ લાધોના નામ જણાવ્યા છે. જયત કોઠારી સપાદિત જૈ શૂ કૈ (ભા ૫, પૃ ૧૯૮ થી ૨૦૧ મા આ કવિ અને તેમની અન્ય કૃતિઓ વિશેની મળતી વિશેષ માહિતીને આધારે તેઓશ્રીની ‘પાટણની ચૈત્યપરિપાટી' સિવાયની અન્ય કૃતિઓ નીચે મુજબ છે
૧ ચોવીશી
સ ૧૭૬૦
સ ૧૭૬૪
સ. ૧૭૯૩
સ ૧૭૯૫
સ ૧૮૦૭
૨ જબુકુમાર રાસ
૩ સુરત ચૈત્યપરિપાટી
૪ શિવચદજીનો રાસ
૫ પૃથ્વીચદ્ર ગુણસાગર ચરિત્ર બાલા,
187
‘જબુકુમાર રાસ' મા તેમણે પૂર્ણ પટ્ટાવલિ આપી છે અને તે આ પાટપરપરામાં કડવા ગચ્છ (કટુકગછ)ના નાયક સાહ કડુયો (શાહ ક ુવો) છે. તેમની પાટે અનુક્રમે ખીમ - વીરુ - જીવરાજ તેજપાલ – રતનપાલ - જિણદાસ - તેજ - કલ્યાણ - લઘુજી - થોભણ - સાહ લાધો આવે છે. વળી, સંસ્કૃતમા લખાયેલ પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર બાલાવબોધમા તેઓશ્રીએ પોતાનુ નામ લાધાનું સંસ્કૃત ‘લબ્ધક' કર્યું છે
આ પ્રતનુ માપ ૧૩ સેમી x ૧૧ સેમી છે. બે બાજુ ૧ ૭૫ સેમી. માપની માર્જીન છે માર્જીનની બે ઊભી લીટીઓ લાલ રગની શાહીથી કરેલ છે. આ પ્રત લેખનમા શિરોરેખાનુ અલકરણ છે પ્રતના પાના ૧૩ છે ચૈત્યપરિપાટી ૧૨મે પાને પૂરી થાય છે. તે સપૂર્ણ થયે પ્રતમા ૧૩મે પાને અજિતનાથનુ અપૂર્ણ રહેલુ સ્તવન આપેલુ છે આ પ્રતના અક્ષરો મોટા છે. પ્રત્યેક પૃષ્ઠમા પક્તિઓ ૧૩ છે. પ્રત્યેક પક્તિમા અક્ષરો સરેરાશ ૧૩ છે. કડી ૯૧ છે પ્રતની સ્થિતિ સારી છે
૬ ઢાળ અને ૧૦ દુહા સાથે ૯૧ કડીની આ ચૈત્યપરિપાટીમા કવિએ પ્રથમ ગુરુવદના કરી છે અને ત્યારબાદ શ્રી પાર્શ્વનાથ, સદ્ગુરુ અને સરસ્વતી દેવીને પ્રણામ કરી પાટણની પોળે પોળે આવેલા દેરાસરોને નામ ઠામ સાથે વર્ણવ્યા છે. વિસ્તાર મોટો હોય તો વિસ્તારનુ નામ દર્શાવી, તેમા આવેલ નાની પોળોના નામ સાથે દેરાસરોના નામ આપ્યા છે. વચ્ચે વચ્ચે કવિ દેરાસરોની ગણના જણાવતા રહ્યા છે જો કોઈ દેરાસરમા વિશેષતા હોય તો તેને નોધવાનુ તે ચૂકતા નથી આ જ કારણે તે સમયે ઊંચી શેરીના શાતિનાથના દેરાસરમા શ્રી શાતિનાથ ભગવાન પાસે વનરાજ ચાવડાની મૂર્તિ હોવાની વિગત ઉપલબ્ધ થાય છે લીંબડીની પોળમા શાતિનાથના દેરાસરની વિગત આપતી વખતે કવિએ તે દેરાસરના નિત્ય દર્શનની પોતાની ટેવ હોવાનું જણાવ્યુ છે તેને આધારે કવિ ચોમાસા દરમ્યાન લીંબડીની પોળમા રહ્યા હોય તેવુ અનુમાન થઈ શકે છે. અહીં દેરાસરમાની બિંબ સખ્યા જણાવવામા આવી નથી. કૃતિમા કવિએ (ઢાળ ૫, ગા૰ ૧૪) જણાવ્યુ છે કે એટલી બધી સખ્યામા બિંબ છે કે જેથી ગણી શકાય તેમ નથી અને તે કારણે જ માત્ર