________________
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
રસીલા કડીઆ, શીતલ શાહ
પાટણની ચૈત્યપરિપાટીઓ કે પાટણમાના દેરાસરોની યાદી સોળમા સૈકાથી છેક વીસમાં સૈકા સુધી એક કે તેથી વધુ સંખ્યામાં મળી આવે છે
૧ સં. ૧૫૭૬મા રચાયેલ શ્રી સિદ્ધિસૂરિ કૃત પાટણની ચૈત્યપરિપાટીનું શ્રી ભોગીલાલ સાડેસરાએ સંપાદન કર્યું છે અને તે “સબોધિ” (વ. ૪, અક ૩-૪, પૃ. ૩૮)માં પ્રકાશિત થઈ છે.
૨ સં. ૧૬૪૮માં રચાયેલ શ્રી લલિતપ્રભસૂરિની પાટણની ચૈત્યપરિપાટીનુ સપાદન શ્રી કલ્યાણવિજયે કર્યું છે અને સ. ૧૯૮૨મા “શ્રી હરવિજયજી ફ્રી લાયબ્રેરી, અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ છે
૩ સં. ૧૭૨૯ત્ની પડિત હર્ષવિજયની પાટણ ચૈત્યપરિપાટી
૪ “તીર્થમાલા સ્તવન” ઉપાધ્યાય જ્ઞાનસાગરજીએ સં. ૧૮૨૧માં રચેલ છે અને તેમાં જ પાટણની ચૈત્યપરિપાટી વર્ણવી છે. ઈ. સ. ૧૯૪૩મા જૈન સત્ય પ્રકાશ” (વર્ષ ૮, અક. ૧૨)માં તે પ્રકાશિત થઈ છે
૫ સં. ૧૯૫૯માં રચાયેલી, શ્રી પત્તન જિનાલય સ્તુતિ પંહીરાલાલે સંસ્કૃત ભાષામાં લખી છે.
૬ સં. ૧૯૬૭મા શ્રી પાટણ જૈન શ્વેતાંબર સઘાલુની સરભરા કરનારી કમિટી તરફથી પાટણનાં જિનમંદિરોની મંદિરાવલી પ્રકટ થઈ છે
૭ વર્તમાન જિનમંદિરો શીર્ષક હેઠળ સં. ૧૯૮૨મા પાટણમાં કેટલા દેરાસર હતા તેનો કોઠો
૮ આ ઉપરાત શ્રી ભોગીલાલ સાંડેસરાએ “સબોધિ'માં છપાયેલા પોતાના લેખમાં જણાવ્યું છે કે – સં. ૧૯૧૩માં ૧૯૩ કડીમાં રચાયેલી સંઘરાજ કત પાટણ ચૈત્યપરિપાટીની હસ્તપ્રત અમદાવાદના પગથિયાના ઉપાશ્રયના ભડારમાં છેજો કે ડહેલાના ઉપાશ્રયના ભડારના સ્થાને પગથિયાના ઉપાશ્રયના ભડારના નામનો સરતચૂકથી ઉલ્લેખ થયો હોવાનો સંભવ છે | મુનિ કલ્યાણવિજય સપાદિત “પાટણની ચૈત્યપરિપાટીમા આમાંની મોટા ભાગની ચૈત્યપરિપાટીઓ એક સાથે સમાવિષ્ટ થવા પામી છે જેમ કે, પડિતે હર્ષવિજયજીની “પાટણ. ચૈત્યપરિપાટી' પરિશિષ્ટ રૂપે (પૃ. ૯૩ થી ૧૫૫), પડિત હીરાલાલે સંસ્કૃત ભાષામાં લખેલી શ્રી પત્તન જિનાલય સ્તુતિ પણ પરિશિષ્ટ રૂપે (પૃ. ૧૦૬થી ૧૧૨), સ. ૧૯૬૭ની મદિરાવલી મુનિ કલ્યાણવિજયજીના પ્રસ્તુત પુસ્તકના પૃ. ૩૪-૩૫ પર તથા સ. ૧૯૮૨ના વર્તમાન જિનમદિરો આ