SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Vol XXII, 1998 મહિમભટ્ટ અને વજનવ્યાપાર 163 પ્રતીતિ થશે નહિ વ્યગ્યાર્થની ઔપાધિકતાને પ્રથકાર ઉદાહરણો આપીને સમજાવે છે તેણે એક જ “રામ” શબ્દ ભિન્ન-ભિન્ન સદર્ભવશાત્ કેવા ભિન્ન-ભિન્ન વ્યગ્યાર્થોને પ્રગટ કરે છે, તે નીચેના ઉદાહરણોમા સમજાવ્યું છે "एक एव हि शब्दः सामग्रीवैचित्र्याद् विभिन्नार्थानवगमयति, यथा 'रामोऽस्मि सर्व सहे' इति, 'रामेण प्रियजीवितेन तु कृत प्रेम्णः प्रिये ! नोचितम्' इति, 'रामस्य पाणिरसि निर्भरगर्भखिन्नसीताविवासनपयेः करुणा कुतस्ते' इति, "रामे तयन्तवसतौ कुशतल्पशायिन्यद्यापि नास्ति भगवन् | भवतो व्यपेक्षा' इत्यादावेक एव रामशब्दः ।' અર્થાત્ એકનો એક શબ્દ સામગ્રીના ભેદને કારણે ભિન્ન-ભિન્ન પ્રકારના અર્થોનું જ્ઞાન કરાવે છે જેમકે (૧) હુ રામ છુ, બધુ જ સહન કરી લઈશ (૨) હે પ્રિયે ! જિંદગીનો મોહ રાખનાર આ રામે પ્રેમને ઉચિત વ્યવહાર કર્યો નથી (૩) તુ રામનો હાથ છે કે જે કઠોરગર્ભા જાનકીને ત્યજી દેવામાં કુશળ છે તને કયા ક્યાથી હોય ? (૪) ભગવાન સમુદ્ર ! કિનારે તંબુ તાણીને કુશની ચઢાઈ પર સૂઈ રહેલા રામ પર હજુ સુધી આપ ધ્યાન આપતા નથી ? ઈત્યાદિમાં એક જ રામ શબ્દ (ભિન્ન-ભિન્ન અર્થોનો બોધ કરાવે છે.) અહીં પ્રથમ વાક્યમાં રામનું સક્લદુખભાનત્વ બીજા વાક્યમાં રામની સાહસકરસિકતા ત્રીજા વાક્યમાં રામની ક્રૂરતા, ચોથા વાક્યમાં “રામ' શબ્દનો સર્વશક્તિમાન તથા સહિષ્ણુ રામ, તેવો અર્થ સાહિત્યાચાર્યોએ કર્યો છે. આમ, એક જ રામ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો પ્રાપ્ત થયા તેનું કારણ શુ છે? અભિધાવ્યાપારમાં શબ્દ તો કોઈ એક ચોક્કસ નિયત અર્થ આપે છે, કારણ કે શબ્દમાં રહેલો સકત અર્થબોધમા કારણરૂપ હોય છે વ્યજનાવ્યાપારમા સકતઝહ હોતો નથી તેથી બનાવ્યાપારમાં શબ્દ વડે નિયત અર્થની પ્રાપ્તિ થઈ શકે નહિ. ઉપર આપેલાં ઉદાહરણોમા એક જ રામ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો ધ્વનિવાદીઓએ દર્શાવ્યા છે આ ભિન્ન-ભિન્ન અર્થો તે તે પ્રકરણ, સદર્ભ આદિના આધારે પ્રાપ્ત થયા છેઆમ, ભજનાવ્યાપારમાં સકતગ્રહ ન હોવાથી એક જ શબ્દના અનેક અર્થો પ્રાપ્ત થતા હોઈને વ્યગ્યાર્થ અનત થઈ જવાનો ભય રહે છે. વળી, ધ્વનિવાદીઓએ વ્યગ્યાથની પ્રાપ્તિ ઉપાધિથી યુક્ત (conditional) છે, તે બાબતનો સ્વીકાર પણ કર્યો છે જ ઉપરના ઉદાહરણોમાં તે સિદ્ધ થાય છે. શબ્દની અભિધાશક્તિ તો કેવળ સતિત અર્થોમાં જ રહેલી છે. ઔપાલિક અર્થપ્રતીતિમાં શબ્દની એવી કોઈ શક્તિ નથી તેથી ઔપાધિક અર્થપ્રતીતિથી યુક્ત વ્યાજનાશક્તિ શબ્દના આશ્રયે હોતી નથી. તેથી શબ્દ અને પ્રતીયમાન અર્થ વચ્ચે કોઈ અન્ય સબધ રહેલો છે, તેવુ સ્વીકારી શકાય નહી. અર્થ, પ્રકરણ આદિ પરિસ્થિતિજન્ય ઉપાયો વડે પ્રતીયમાન અર્થની ગમકતા સિદ્ધ થાય છે, શબ્દ વડે પ્રતીયમાન અર્થની ગમકતા સિદ્ધ થતી નથી તેથી આ ચર્ચા ઉપાડવી જ વ્યર્થ છે તેવુ મહિમભટ્ટે જણાવ્યું છે
SR No.520772
Book TitleSambodhi 1998 Vol 22
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages279
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy