________________
સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ
પારુલ માંકડ
‘સાહિત્ય-મીમાંસા’-(સા૰ મી.) રુમ્યકની કૃતિ કહેવાઈ છે અને સ્વયં રુથ્થકે ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાન” તથા “અલંકારસર્વસ્વ'માં તેનો ઉલ્લેખ કર્યો છે. વિદ્યાનાથે તેમના ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’” (અથવા પ્રતાપદ્રીય)માં આ કૃતિનો ઉલ્લેખ લેખકના નામ વગર કર્યો છે. હાલ પ્રાપ્ત થતી ‘સાહિત્યમીમાંસા' ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સીરીઝમાં ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત થઈ છે, જેમાં વચ્ચે ઘણું બધું છૂટી ગયું છે. હસ્તપ્રત ઘણી બધી ખામીવાળી હતી એવું પ્રસ્તાવનામાં આના સંપાદક શ્રી કે સામ્બશિવશાસ્ત્રી જણાવે છે. કૃતિના આરંભમાં કે અંતમાં ક્યાંય લેખકનો નામનિર્દેશ થયો નથી.
સંપૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસી (ઈ. સ. ૧૯૮૪)એ પ્રકાશિત કરેલી ‘સાહિત્યમીમાંસા’ જેનું સંપાદન મહદંશે ત્રિવેન્દ્રવાળી ‘સાહિત્યમીમાંસા’ને આધારે થયું છે. તેનું કર્તૃત્વ મંખકને નામે ચડાવવામાં આવ્યું છે. મંખક રુષ્પકના શિષ્ય હતા. કર્તૃત્વની ચર્ચા બાપુએ મૂકીને પ્રસ્તુત લેખમાં આપણે ‘સાહિત્યમીમાંસા’માં નિરૂપાયેલા રસસ્વરૂપને સ્પષ્ટ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. ‘સાહિત્યમીમાંસા'નો માલવપરંપરા પ્રત્યે વિશેષ ઝોક રહેલો જણાય છે, કારણ કે તેમાં ધનંજય-નિકને અનુસરીને તાત્પર્યશક્તિ દ્વારા રસાનુભૂતિ સ્વીકારવામાં આવી છે, એટલું જ નહીં, શબ્દની વ્યંજનાશક્તિનો તેમાં કોઈ ઉલ્લેખ નથી, જે આ કૃતિની નોંધપાત્ર વિશેષતા છે. આ અંગે દ્વિતીય પ્રકરણમાં જ સૂચવાયું છે
:
वर्तते यत् परः शब्दः स शब्दार्थ इति स्थितिः । एतद् रसस्य प्रस्तावे परस्तात् साधयिष्यते ॥
-(સા. મી.-ત્રિવેન્દ્રમ્. પૃ. ૭)
શબ્દ યત્પરક = જે અર્થ વિષે પ્રયોજાયો છે, તે તેનો શબ્દાર્થ છે અને આ રસના પ્રસ્તાવ વખતે પછીથી સિદ્ધ કરવામાં આવશે.
પ્રસ્તુત કૃતિના છઠ્ઠા પ્રકરણમાં ૨સ અંગે ચર્ચા કરવામાં આવી છે, અત્રે તેની સંક્ષિપ્ત નોંધ લઈ રસસ્વરૂપની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.
રસનાં કારણોની ચર્ચામાં (સા૰ મી ૬, પૃ ૫૪)રસનાં બીજ, રૂપ અને સહકારી કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય રસનિષ્પત્તિમાં સહકારી એવાં અન્ય તત્ત્વોનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. ભાવના (૧) પ્રધાન અને (૨) અપ્રધાન બે પ્રકારો કલ્પવામાં આવ્યા છે. અપ્રધાન ભાવ આઠ પ્રકારનો છે, જેને સાત્ત્વિક ભાવો પણ કહે છે. ૩૩ અભ્યન્તર ભાવો છે, જેને વ્યભિચારી ભાવો કહે છે. પ્રાચીનોએ સ્વીકારેલા આઠ રસો ઉપરાંત શાન્તનો સ્વીકાર પણ સામી કરે છે. પરંતુ શાન્તના સ્થાયી તરીકે ‘શમ’ કે ‘નિર્વેદ'ને બદલે ‘ધૃતિ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો