________________
ધ્રુવસેન-પહેલાનું તામ્રપત્ર (વિ. સં. ૨૦૬)
અ. ૨. શાહ સંગ્રહસ્થાન એટલે સંસ્થા અથવા સ્થળ / મકાન કે જ્યાં કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનને લગતી વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. અને તે વસ્તુઓને સારી હાલતમાં જાળવીને સુવ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આ પ્રદર્શિત વસ્તુઓને સામાન્ય જનસમુદાય નિહાળે છે અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. વિવિધ નમૂનાઓમાં રહેલું વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ જે નિરૂપિત થાય છે તેનો વિવિધ વિષયના વિદ્યાર્થીઓ, સંશોધકો અને નિષ્ણાતો અભ્યાસ કરે છે અને ઘણું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી જ સંગ્રહસ્થાન એ ફક્ત સંગૃહીત નમૂનાઓનું પ્રદર્શન સ્થળ ન રહેતાં શિક્ષણ માટેનું શિક્ષણધામ છે. એટલું જ નહીં તે ઇતિહાસ, કળા વગેરેની પ્રયોગશાળા પણ છે. આ મ્યુઝિયમસંગ્રહસ્થાનમાં પ્રદર્શિત નમૂનાઓ સારી હાલતમાં હોય તો જ જોવા ગમે અને જોવાની તેમ જ તેમાંથી જ્ઞાન મેળવવા માટેની રુચિ જળવાઈ રહે તે માટે મ્યુઝિયમ હંમેશાં જાગ્રત રહે છે કે જેથી સંગૃહીત વસ્તુઓ સારી હાલતમાં જળવાઈ રહે. સારી હાલતમાં જાળવી રાખવા માટે મ્યુઝિયમમાં અલગ અલગ વિષયના તકનીકી નિષ્ણાત હોય છે તેથી જ મ્યુઝિયમની મુલાકાત રુચિકર અને લોકભોગ્ય બને છે.
વડોદરા મ્યુઝિયમ અને પિકચર ગેલરી, વડોદરામાં કેન્દ્રીય સુરક્ષા પ્રયોગશાળા આવેલી છે, જે વડોદરા મ્યુઝિયમના સંગૃહીત નમૂનાઓને રાસાયણિક ઉપચારવિધિથી સુરક્ષિત રાખે છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના સંગ્રહાલય ખાતાના વિવિધ મ્યુઝિયમના સંગૃહીત નમૂનાઓને પણ સુરક્ષિત રાખવા માટેની કામગીરી કરે છે.
પ્રયોગશાળાની કામગીરીના ભાગરૂપે ભાવનગર(ગુજરાત)ના બાર્ટન મ્યુઝિયમના ક્યુરેટરશ્રીએ અત્રે એક બે પતરાનું તામ્રપત્ર મોકલ્યું હતું. આ તામ્રપત્ર વાંચી ન શકાય તેવું કટાઈ ગયેલું હતું. તેથી તેને રાસાયણિક ઉપચારવિધિથી સુરક્ષિત કરવા માટે અને સહેલાઈથી વાંચી શકાય તે માટે અત્રે મોકલ્યું હતું. આ તામ્રપત્ર ભાવનગર જિલ્લાના કુકડ ગામેથી મળી આવેલું. મૈત્રકોના વલભી વંશનું છે. તામ્રપત્રની પરિસ્થિતિ :
બે પતરાનું આ તામ્રપત્ર જ્યારે લેબોરેટરીમાં લાવવામાં આવ્યું ત્યારે તેની ઉપર ખૂબ જ કાટ ચઢેલ હતો અને તેથી તે વાંચી શકાય તેમ ન હતું (ચિત્ર – ૧). આ કાટ સળંગ ન હતો. પરંતુ ચૂનો અને રેતીના સખત પડની સાથે લીલાશ પડતા વાદળી રંગનો કાટ જાણે ડાઘા પડ્યા ન હોય, તે રીતે છૂટોછવાયો હતો. આ કાટ એ તાંબાના ક્ષાર જેવા કે Cu (OH), CuCO, માંથી બનતા એકઝુયુરાઈટ અને મેલોકાઈટમાંથી બનેલ હતો. જમીનની અંદર દટાઈ રહેવાથી આજુબાજુના ભેજ અને ક્ષારને કારણે આવો કાટ બને તે શક્ય છે. લાંબા સમય સુધી જમીનમાં