________________
છે !'
ત
હાંસલપુર (સા.કાં.)નો સાતમાકાપ - નવીન ઉપલબ્ધિ
આર.ટી. સાવલિયા સામાન્ય રીતે માતૃકાઓની મૂર્તિઓ, સ્વતંત્રપણે સમૂહમાં મળતી હોય છે. અને એ સમૂહમાં સપ્તમાતૃકા અથવા અષ્ટ માતૃકાઓનો ગણેશ અને વીરભદ્ર સાથેનો સમૂહ મળતો હોય છે. ઉપરાંત સમાતૃકાઓના એક જ પથ્થરમાંથી કોતરેલા પટ્ટ પણ વિપૂલ પ્રમાણમાં મળી આવે છે. આ શિલાપટ્ટોમાં એક નોંધપાત્ર બાબત એ છે કે એમાં માતૃકાઓનું આલેખન આયુધો અને તેમના વાહનોને બાદ કરતાં લગભગ એક સરખું જણાય છે. વળી મોટાભાગના માતૃકાપટ્ટમાં બાળક સહિતની માતૃકાઓ જોઈ શકાય છે. માતૃકાપ માટે કોઈ અલગ શાસ્ત્રીય મૂતિવિધાન મળતું નથી. પરંતુ પ્રત્યેક માતૃકા માટે શાસ્ત્રોમાં જે મૂતિવિધાન આપવામાં આવ્યું છે તે જ અહીં સ્વાભાવિક અપનાવાયાનું જણાય છે.'
અત્રે પ્રસ્તુત માતૃકાપટ્ટ હાંસલપુર (સા.કાં.) ગામમાંથી મળી આવ્યો છે. જે અગાઉ ગુજરાતમાંથી પ્રાપ્ત માતૃકાપટ્ટમાં ઉમેરો તો કરે જ છે, પરંતુ તેની કેટલીક ખાસ વિશેષતાઓને લીધે જુદો તરી આવે છે.
અહીં રેતિયા પથ્થરમાં સળંગ હરોળમાં સાત માતૃકાઓની સુંદર પ્રતિમાઓ કંડારેલી છે. બાળક સહિતની દરેક માતૃકા દ્વિભંગમાં ઊભેલી છે. પ્રત્યેક ચર્તુભુજ માતૃકાઓના વસ્ત્રાભૂષણો સમાન છે.
પ્રત્યેક માતુકાઓના મસ્તકે વિવિધ મુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં એકાવલિ, જેની એક સેર બે સ્તન વચ્ચેથી છેક નાભિ સુધી લટકતી દશવી છે. બાહુબલો, કટક વલય, બંને બાજુઓ પરથી નીચે સુધી લટકતી વનમાલા, કટિ પર ચાર સેરી