SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ દોહા-પાહુડી સંપા, અનુ. રમણુક શાહ પ્રાસ્તાવિક ભારતીય રહસ્યવાદી સાહિત્યમાં જેનોનું પ્રદાન નોંધાવતી જે અલ્પસંખ્ય રચનાઓ ઉપલબ્ધ છે તેમાં દહાપાહુડ એક નાની પણ ગણનાપાત્ર રચના છે. ૨૨૨ પદ્ય-જેમાં મુખ્યત્વે અપભ્રંશ દોહા છે-ની આ પદ્ય કૃતિ “પાહુડહા’ નામે વર્ષો પૂર્વે પ્રસિદ્ધ જૈન વિદ્વાન સ્વ. ડો. હિરાલાલ જેને પ્રથમવાર હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત કરી હતી.' ઈ. સ. ૧૯૭૬માં ફ્રેન્ચ વિદુષી ડે. કેલેત કેલાએ કરેલું તેનું અંગ્રેજી ભાષાંતર પ્રકાશિત થયું. તે સમયે જ આ અપ્રાપ્ય કૃતિ મૂળ અને ગુજરાતી અનુવાદ સાથે પુનઃ પ્રકાશિત કરવાનો લા. દ. વિદ્યામંદિરે નિર્ણય કર્યો અને પરિણામ સ્વરૂપે પ્રસ્તુત અનુવાદ તૈયાર થયો. ડો. હિરાલાલ જેને બે અશુદ્ધ હસ્તપ્રત પરથી પાઠ નિર્ધારિત કર્યો હતો. તેમાં ડે. કેલાએ અંગ્રેજી ભાષાન્તર કરતી વેળા કેટલાક સુધારા સૂચવ્યા હતા. તેમાંના જરૂરી સુધારા સામેલ કરીને અને તદુપરાંત પણ રહી જતી કેટલીક અશુદ્ધિઓનું નિવારણ કરીને મૂળપાઠ અને ગુજરાતી અનુવાદ તૈયાર કરેલ. પરંતુ વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણ લખવાના ઇરાદાથી તે અત્યાર સુધી પ્રકાશિત કરેલ નહીં. દરમિયાન હું વિદ્યામંદિરમાંથી નીકળી યુનિવર્સિટીમાં જોડાતાં કામ આગળ વધી શકવું નહીં. હાલ માત્ર મૂળ, ગુજરાતી અનુવાદ, પદ્યોની અકારાદિ સૂચિ અને ગુજરાતી અર્થ સાથે મૂળના મહત્ત્વપૂર્ણ શબ્દોને કેશ આટલું પ્રકાશિત કરવું મુનાસિબ માન્યું છે. - ડો. જેને પિતાને મળેલ બેમાંની એક હસ્તપ્રતને અનુસરીને ગ્રંથને ‘પાહુડોહા” શીર્ષક આપેલું. પરંતુ પિતાની પ્રસ્તાવનામાં નામની સમજૂતી આપતાં તેમણે ગ્રંથનામને અથ દેહાને ઉપહાર (દોહે કે ઉપહાર) એવો કર્યો છે. વળી તેમણે અંગ્રેજી પ્રસ્તાવનામાં હાપાહુડ' શીર્ષક પ્રર્યું છે. અર્થની દૃષ્ટિએ પણ એ જ ઉચિત હોઈ અન્ને દેહાપાહુડ” એવું મૂળ નામ રાખી, અનુવાદ “દેહા-ઉપહાર' નામે આપે છે. છે. હિરાલાલ જૈનની માન્યતા એવી છે કે દેહાપાહુડ કાઈ રામસિંહ મુનિની રચના છે. આવી માન્યતા માટેનું એક માત્ર કારણ તેઓ એ દર્શાવે છે કે દોહાપાહુડના દોહા ૨૧૧માં “રામસિંહ મુનિનો ઉલ્લેખ છે. પરંતુ હસ્તપ્રતની પ્રશસ્તિ, કૃતિનાં ભાષાશિલી-છંદ તથા વિષયવસ્તુનું ઝીણવટભર્યું અવલોકન કરતાં ઉપરોક્ત માન્યતા યોગ્ય જણાતી નથી, ઊલટું એવી પ્રબળ માન્યતા બંધાય છે કે કૃતિ કોઈ એક જ કર્તાની રચના ન હોતાં કોઈ અભ્યાસીએ સમાન વિષયના પદ્યોને એકત્રિત ગેહવી કરેલ સંગ્રહ છે. મારી આવી માન્યતા અનેક પુરાવા સાથે અલગ લેખરૂપે મૂકવાને વિચાર હોઈ અહીં તેની ચર્ચા કરતો નથી.
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy