SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મૂલ્યાંકન : ઉપરની ચર્ચા પરથી નીચેના ફલિતાર્થો તારવી શકાય : (૧) વર્તમાન શિક્ષણની સમસ્યાઓના સંદર્ભમાં રાધાકૃષ્ણને રજૂ કરેલ શિક્ષણવિષયક વિચારો શિક્ષણ સાથે સંકળાયેલા સહુ કોઈને માટે અત્યંત પ્રસ્તુત ગણી શકાય. શિક્ષણની પ્રસ્તુત સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ તેમ છીએ, કારણ કે તે ઉભી થવા માટેના કારણભૂત આપણે (શિક્ષણ સાથે સંકળાયેલા સહુ કે) તેનું નિરાકરણ કરવા માટે નૈતિક રીતે જવાબદાર છીએ એટલું જ નહીં પણ સક્ષમ પણ છીએ એવું રાધાકૃષ્ણનનું તારણ (૧) એક નિષ્ઠાવાન, સાંપ્રત દાર્શનિક તરીકે તેમનું પ્રામાણિક આત્મનિરીક્ષણ તથા (૨) પિતાના વિચારોની નિર્ભય અને નિખાલસ રજૂઆત કરનાર સનિષ્ટ કેળવણીકાર તરીકે તેમને ઉપસાવે છે. શિક્ષણની સમસ્યાની માત્ર રજૂઆત કરીને જ અટકી નહીં જતાં તેના ઉકેલ માટે રાધાકૃષ્ણને અપનાવેલે વિધાયક અને રચનાત્મક અભિગમ સમસ્યાઓનું સર્વગ્રાહી આકલન કરતી તેમની દાર્શનિક શ્રદ્ધા અને દૃષ્ટિસંપન્નતા તેમજ કેળવણીકાર તરીકે શિક્ષણની સમસ્યાઓના વ્યવહારુ ઉકેલની આગવી કોઠા સઝને સમન્વય સૂચવે છે. સંદર્ભ સૂચિ: ૫૮. True knowledge : Dr. Radhakrishnan. (). ૧૧૩
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy