SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ (૧) વિદ્યાર્થીઓએ પિતાને ઉપલબ્ધ તમામ તકે પૂરો ફાયદો ઉઠાવી સ્વવિકાસાર્થે તેને વિનિગ કરવો જોઈએ. (૨) શિક્ષણને ઢાંચો એ હવે જોઈએ કે, જે પ્રત્યેક વિદ્યાર્થીને સ્વ કર્તવ્ય પ્રત્યે જાગ્રત અને સમાજનો જવાબદાર નાગરિક બનાવે. શિક્ષણક્ષેત્રે પ્રવર્તમાન હિંસાવૃત્તિ, ગેરશિસ્ત, આતંકવાદી વૃત્તિ વગેરે એ દર્શાવે છે કે આપણે વિદ્યાર્થી સમાજ પ્રત્યે જવાબદાર બનતાં હજુ શીખ્યો નથી. સમસ્યાને ઉકેલવાની દિશામાં રાધાકૃષ્ણન જણાવે છે કે, ધ્યાનાભ્યાસ એક અસરકારક સાધનરૂપે અપનાવી શકાય. ધ્યાનાભ્યાસની કળા આપણા દેશમાં પરંપરાથી પ્રાપ્ત છે. તદનુસાર દરેક વ્યક્તિએ ધ્યાનાભ્યાસ દ્વારા પિતાના અંતરનાં ઊંડાણને સ્પર્શ કરતાં શીખવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પોતાની મનોવૃત્તિઓનું, પિતાના આંતજગતનું તટસ્થ નિરીક્ષણ કરવાની ટેવ પાડતાં શીખે છે. ૧ - વર્તમાન સમસ્યાના સંદર્ભમાં ધ્યાનાભ્યાસની પ્રસ્તુતતા એ છે કે, પિતાના અંતરના ઊંડાણને સ્પર્શ કરવાની પ્રક્રિયામાં મનુષ્યની પિતાની સ્વભાવગત ગૂંચવણે, નાની બાબતો અંગેના આગ્રહા, પૂર્વગ્રહો વગેરે પરનું , તેની પકડ ઢીલી થતી જાય છે. પરિણામતઃ તેના આગ્રહ મેળા પડતા જાય છે, જેને લઈને વ્યક્તિ પોતાના મંતવ્યોથી અલગાવ કેળવી તેનાથી ઉપર ઊઠીને વિશાળ મનની એક તટસ્થ ભૂમિકા અપનાવી શકે છે. આ ભૂમિકા પર તે સહિષ્ણુતા, સંયમ, અન્યને સમજવા માટે જરૂરી મનનું ખૂલ્લાપણું . ; અને તટસ્થતા ધ્યાનાભ્યાસ વડે કેળવે છે. પરિણામે અસહિષ્ણુતાને લઈને આ પરિણમતી હિંસા, ગેરશિસ્ત, આતંકવાદી મનોવૃત્તિ વગેરે ધીરે ધીરે નિયંત્રિત થઈ શકે છે. . સમસ્યા : ૭ સુગ્રથિત વ્યકિતત્વ અને ઊંચી ગુણવત્તા ધરાવતા સુયોગ્ય અને વિદ્યાથી પ્રેમી શિક્ષકને વરતાતા દુકાળ: નિરૂપણ : શિક્ષણની ઊંચી ગુણવત્તાને વાસ્તવિક આધાર છે સારા શિક્ષક શિક્ષણની ગુણવત્તા ઊંચી જળવાઈ રહે તે માટે આકર્ષક મકાને તથા સાધનોની સુવિધા એક સારા, સુયોગ્ય શિક્ષકની ગરજ સારી શકે નહીં. આથી ઉત્તમ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વર્ગ શિક્ષણના વ્યવસાય પ્રત્યે આકર્ષાય એ માટે સક્રિય પ્રયાસ થવા પણ જરૂરી છે. રાધાકૃષ્ણનના શબ્દમાં : “If this country is to participate in the marcla of mind in science and scholarship, universities must recruit for their teaching staff some of the best minds of the country."
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy