________________
સુધારી શકાશે, પરંપરાગત નીતિ સામે જે બળો જામ્યો છે તે પણ અંતરાત્મા સચેત થયાનું એક લક્ષણ છે. નીતિ નિયમો ઉપર શ્રદ્ધા રાખવી એ ઈષ્ટ છે, પણ તેને વિષે આંધળું ઝનૂન રાખવું એ અનિષ્ટ છે. નીતિના નિયમોને અનુલંઘનીય જ ગણવામાં આવે તો પ્રગતિ થઈ જ ન શકે. ધાર્મિક અત: અનુભૂતિને બૌદ્ધિક સ્વરૂપનો સ્વીકાર બૌદ્ધિક કરીને તેમણે વેદાનમાં સૂર દાખલ કર્યાને સ્વીકાર કર્યો છે, બુદ્ધિ અને અન્તઃ અનુભૂતિ વચ્ચેના પ્રગાઢ સંબંધ પર તેઓએ ભાર મૂક્યો છે. વેદાન્તની પ્રણાલિમાં તેમણે નૈસર્ગિક ઈશ્વરશાસ્ત્રની હસ્તી શોધી કાઢી છે. શાસ્ત્રો એ માત્ર લિખિત પાઠ્યપુસ્તક નથી પણ સનાતન સત્યનું નિદર્શન કરે છે એ પરિવર્ધિત ખ્યાલ રજૂ કર્યો છે.
આમ સમન્વયની વિશાળ સંકલ્પના તેમણે વિકસાવી છે, જ્ઞાન એ સુસંગત સમષ્ટિરૂપ છે અને માનવજાતના જીવંત ધર્મોના જ્ઞાન દ્વારા સમન્વય સાધી શકાય છે. (Fellowship of faiths) પ્રણાલીગત વેદાન્તમાં રહેલા સંન્યસ્તભાવને તેમણે હળ બનાવ્યું છે. અને સર્વ સામાન્ય માણસની સમજમાં આવે તે વ્યાવહારિક વેદાન્ત વિકસાવ્યો છે. (અહીં આપણને સ્વા. વિવેકાનંદનું સ્મરણ થાય છે.) વિશ્વપ્રક્રિયામાં અંતર્ભત એવું પરમ સત તત્ત્વ અને વિશ્વથી પર એવું સતતત્વ એ બન્ને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ દર્શાવી તેમણે એક નૂતન દષ્ટિ આપી છે; તેમનો મુખ્ય આશય જગતનું યોગ્ય-યથાર્થ—અર્થઘટન કરી તેને માયાવાદમાંથી બચાવી લેવાને છે; જ્યારે શંકરાચાર્યમાં આપણને બ્રહ્માને બચાવવાને અને જગતનું મિથ્યાત્વ સ્થાપવાનો આશય જણાય છે. “માયા” અંગેના ડો. રાધાકૃષ્ણનનાં વિવિધ અર્થઘટને આ બાબતની સાક્ષી પૂરે છે. મેક્ષ અથવા આત્માની વિમુક્તિ એ માનવજીવનનું અન્તિમ ધ્યેય છે, એ એને આખરી મુકામ છે, આત્મગિરિને શિખરે પહોંચવું ને અમૃતત્વ પ્રાપ્ત કરવું એ ઈશ્વરે એને માટે નિમેંલે આદર્શ છે. એ જીવનને પરમ પુરુષાર્થ છે, મુક્તિના બે પ્રકાર છે, (૧) જીવન્મુતિ (બૌધ્ધ-નિર્વાણ) અને વિદેહ મુક્તિ (બૌદ્ધ-પરિનિર્વાણ) આ લેકમાં જ અવિદ્યાએ રચેલાં કર્મ અને કર્મનાં બંધનેમાંથી જે છૂટી જાય છે એ જીવન્મુક્તિ છે. એ રીતે મુક્ત થયેલ તે મુક્ત–અર્થાત્ વિદેહમત થાય છે. અર્થાત ફરી શરીર ધારણ કરતું નથી. શંકર અને પ્રકારની મુક્તિ માને છે. જયારે રામાનુજ વ. માત્ર વિદેહમુક્તિ જ માને છે. મોક્ષની અવસ્થામાં આત્માને પરમાત્માનું અર્થ થાય છે એ એક મત છે, જ્યારે મેક્ષાવસ્થામાં આત્મા અને પરમાત્માનું અકળે નહિ પણ સામ્ય થાય છે એ બીજો મત છે. શંકર આમાંથી પહેલા મતના છે, અને રામાનુજ બીજા મતના છે. બંને મત પિતાના સમર્થનમાં ઉપનિષદોનાં વચન ટાંકે છે, ડૉકટર રાધાકૃષ્ણનના મતે મુક્ત પુરૂષ મુક્તિની પળે જ “સર્વાત્મ” પ્રાપ્ત કરે છે; છતાં જ્યાં લગી વિશ્વની ક્રિયા ચાલે છે ત્યાં લગી કર્મ કરવા માટેના કેન્દ્રરૂપે તે પિતાનું વ્યક્તિત્વ કાયમ રાખે છે, આખા જગતને મુક્તિ મળે તે પછી જ તેમને આ જગતમાં આવવાપણું રહેતું નથી. મોક્ષ એ અનન્તકાળ માટે વ્યક્તિત્વનો લોપ નથી, પણ આત્માના પરમ આનંદરૂપ મુક્તિની અવસ્થા છે ને તેમાં ઈશ્વરના સાંનિધ્યમાં જીવનું નોખું વ્યક્તિત્વ ચાલુ રહે છે. અપૂર્ણ જગતમાં સંપૂર્ણ મેક્ષ અશક્ય