________________
ગશાસ્ત્રમાં આચારધર્મ
રમેશ બેટાઈ “સૂર્યોદય સમયે સરસ્વતી નદીને કિનારે ઊભેલી એક મહાન શકિત, પિતાના પ્રકાશથી –તેજથી – આખા ગુજરાતને છાઈ દેતી કલ્પ અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે”.
–ધૂમતું વિષયપ્રવેશ
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનું જીવન એટલે કર્મગ અને જ્ઞાનેગની અવિરત અને સમન્વિત સાધના. જૈન દર્શનનાં ઉત્તમોત્તમ અહિંસા, સમ્યકત્વ, સ્યાદવાદ, કર્મવિરતિ અને મેક્ષનાં મૂલ્યોનું પ્રતિષ્ઠાપન. ધર્મ, નીતિ અને સદાચારને જેન માર્ગ તેમણે પ્રબો, પરંતુ તે એ રીતે કે આ જૈન ધર્મનાં મૂલ્યો ગુજરાતનાં જીવનમૂલ્ય બની ગયાં. બારમી સદી ગુજરાતના રાજકીય, સામાજિક, ધાર્મિક, નૈતિક, વિદ્યાકીય અને સાંસ્કૃતિક જીવનમાં સુવર્ણયુગ સ્થાપિત કરનારી બની તે મુખ્યત્વે તેમના જ સંત અને તપસ્વી વ્યક્તિત્વને બળે. પોતાના જીવનના કાર્ય માટે આ તપસ્વી આચાર્ય. બારમી સદીના ગુજરાતના બે મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના જીવન પર છાઈ ગયા અને તેમના સાથ અને સહકારથી આચાર્યપદનાં ૬૩ વર્ષ સતત પ્રવૃત્તિશીલ રહી તેમણે એવી ધન્ય અને બહુવિધ પ્રવૃત્તિ કરી કે તેને પરિણામે તેઓ વિરાટ વ્યક્તિત્વના સ્વામી બન્યા. દેખીતી રીતે જ સેવાપરાયણતા તથા તપોબળ પણ તેમાં મોટાં નિમિત્ત હતાં. આ આશ્ચર્યકારક મહત્તાના સ્વામી માટે નિશ્ચિતપણે કહી શકાય કે
પુણ્યાત્માનાં ઊંડાણે તે
આભ જેવાં અગાધ છે.”, અને આ સૌમ્ય, સ્વસ્થ, શાન્ત, તપસ્વી આચાર્યની પ્રતિભા કેવી હતી? કવિ મેધાણીના શબ્દોમાં યોગ્ય રીતે જ કહી શકાય કે –
“આભ લગી જેનાં મસ્તક ઊંચાં
પગ અડતા પાતાળ,
યુગયુગના જેણે કાળ વાવ્યા
ડેલાવી ડુંગરમાળ,
ફેડી જીવનરૂધણું પાળ. તેથી જ તે મુન્શી તેમને ગુજરાતની અસ્મિતાના એક કર્ણધાર તરીકે ઓળખવા ઉપરાન્ત કહે છે કે – “હેમચન્દ્ર માત્ર કલિકાલસર્વજ્ઞ નહોતા. એમણે વિદ્વાને જીત્યા, અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું.