________________
બદ્ધ માણ્યનું ભાસવને કરેલું ખંડન
પ૭
કારણ કે ભાવી અથાિનાનું પણ સ્વરૂપનું જ ગ્રહણ કરે છે. આમ દૂરથી દેખાતા જલનું જ્ઞાન અને પ્રવૃત્તિ પછી પાપ્ત થતા જલરૂપ કે જલપદાર્થ એ બંને વચ્ચેના વિષયવિચિભાવના સંબંધનું ગ્રહણપ્રત્યક્ષ પ્રમાણ દ્વારા થઈ શકતું નથી. જ્યાં સુધી જ્ઞાન અને પ્રાપ્ય પદાર્થ વચ્ચે આ સંબંધ સ્થાપિત ન થાય ત્યાં સુધી એ જ્ઞાનનું પ્રમાણ નિશ્ચિત કરી શકાય નહીં. આમ પ્રત્યક્ષ પ્રમાણુ દ્વારા જ્ઞાનનું પ્રમાણ સિધ્ધ કરી શકાતું નથી..
અનુમાન પ્રમાણુ દ્વારા પણ જ્ઞાનનું પ્રામાણ્ય પ્રસ્થાપિત કરી શકાતું નથી. હવે, બુધ્ધિમાં પદાર્થ કે રૂપના આકારમાં પ્રતિભા સિત થતું જ્ઞાન અને પછીથી પ્રાપ્ત થતા પદાર્થ કે રૂપ એ બંને વચ્ચેના સંબંધનું પ્રત્યક્ષથી ગ્રહણ જ ન થાય તે, વ્યાપ્તિ રચી શકાય નહીં. અહીં વ્યાપ્તિ એટલે જ્યારે જ્યારે જ્ઞાન અનુસાર પદાર્થની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે તે નાનનું પ્રામાણ્ય સિદ્ધ થયું ગણાય. પરતુ ઉપર કહ્યું તેમ પૂર્વજ્ઞાન અને ભાવી પ્રાપ્ય પદાર્થ એ બંને વચ્ચે સંબંધ, પ્રત્યક્ષથી ગૃહીત ન થતું હોવાથી વ્યાતિ બાંધી શકાતી નથી ૧૫
આમ બૌધ્ધ મત અનુસાર, જ્ઞાનનું પ્રામાણ્ય પ્રત્યક્ષ અથવા અનુમાન પ્રમાણુ દ્વારા નક્કી કરી શકાતું નથી. એટલે વ્યવહાર દ્વારા જ જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત થાય. ખરેખર તે જ્ઞાનનું પ્રામાણ્ય સાંવ્યવહારિક છે–માત્ર વ્યવહાર પૂરતું માનવામાં આવે છે. તે આ પ્રમાણે. માત્ર વ્યવહારમાં પ્રસિદ્ધ અનુમાનને આધાર લઈને, પ્રત્યક્ષ-જ્ઞાન અને પ્રાપ્ત થનાર વસ્તુ એ બંને વચ્ચે વિષયવિષયિભાવને સંબંધ છે એવું માની લેવામાં આવે છે. ૧૭ એ સંબંધના આધારે, અમુક જ્ઞાનના આશ્રયે પ્રવૃત્તિ કરવાથી અમુક પદાર્થની પ્રાપ્તિ થશે એમ માનીને પ્રવૃત્તિ કરવામાં આવે છે. આમ, અનુમાન પ્રવૃત્તિ કરાવતું હોવાથી તે અનુમાન જ્ઞાનનું પ્રામાણ્ય સિદ્ધ થાય. પછી વસ્તુને વારંવાર જોવાથી અને મેળવવાથી, વસ્તુ ખૂબ પરિચિત થયા પછી અનુમાન વગર, પ્રત્યક્ષ- જ્ઞાન પણ પ્રવૃત્તિ કરાવે અને તેથી પ્રત્યક્ષ જ્ઞાનાનું પ્રામાણ્યો નિચિત થાય. આમ વ્યવહારથી કે જ્ઞાનના પ્રવર્તકત્વને લીધે જ્ઞાનનું પ્રામાણ્ય નકકી થાય.૧૮
વળી, બધુમતે કઈ પણ અવયવી પદાર્થનું અસ્તિત્વ જ નથી. છતાં વ્યવહારમાં પ્રસિદ્ધ એક અવયવી પદાર્થ (જલ વગેરે) છે એમ માનીને, જે વસ્તુ પ્રત્યક્ષમાં જોવાઈ તે જ વસ્તુની પ્રાપ્તિ થઈ એમ કાલ્પનિક) નિશ્ચય કરીને, પ્રામાયને વ્યવહાર ચાલે છે. ૮
આમ બૌધ્ધ મતે, વ્યવહાર-પ્રસિધ્ધ અનુમાનના આધારે થતા વ્યવહાર દ્વારા પ્રત્યક્ષાદિ જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત થાય છે.
હવે ભાસર્વજ્ઞ બૌદ્ધ પ્રામાણ્યમતનું ખંડન કરતાં કહે છે કે બૌધ્ધો, જે વ્યવહારના આધારે જ્ઞાનનું પ્રામાણ્ય નક્કી કરે છે તે વ્યવહાર પિતે પ્રમાણભૂત છે કે નહીં ? જે તે વ્યવહાર પોતે પ્રમાણભૂત ન હોય તે તેવા વ્યવહારના આધારે કઈ જ્ઞાનનું પ્રામાણ્ય" નિશ્ચિત કરી શકાય નહીં. પિતે જ પ્રમાણુ પ ન હોય તેવા વ્યવહારથી, જે કેઈક જ્ઞાનનું પ્રામાણ્ય નિર્ધારિત થાય છે એમ માનીએ તે અતિપ્રસંગ ઉભે થાય અર્થાત ગમે તેવા આધાથી ફાવે તે સિદ્ધ કરી શકાય. ૨ ૦ આને અતિપ્રસંગ (=Unwarrarted licence in reasoning) કહેવાય, એવો વ્યવહાર તો રાત્રે સંભવે છે. તેથી એવા વ્યવહારથી તો બધાં શાસ્ત્રોનું પ્રામાય સિદ્ધ થઈ જાય. ક્ષણિક નહીં, પરંતુ રિથર , પદાર્થોનું અસ્તિત્વ પણ વ્યવહારથી સિદ્ધ થઈ જાય. ૨૧