________________
બૌદ્ધ પ્રામાણ્યનું ભાસવરે કરેલું ખંડન
લશ છે. જેથી
પ્રત્યક્ષાદિ પ્રમાણથી મળતું જ્ઞાન સાચું છે કે બા એ કેવી રીતે નકકી કરવું એ અંગે શાસ્ત્રોમાં વિવાદ શરૂ થયા. પ્રમાણથી પ્રાપ્ત જ્ઞાન સાચું છે એમ નિશ્ચય થાય તે એ જ્ઞાનનું પ્રામાણ્ય (=પ્રમાવ) સિદ્ધ થયું કહેવાય, એ જ્ઞાન ખાટું છે એમ નિણત થાય તે એ જ્ઞાનનું અપ્રામણ્ય (=અપ્રમાત્વ)સ્થાપિત થયું ગણાય. જ્ઞાનના પ્રામના આવા વિવાદનું મૂળ, વેદને પ્રમાણરૂપે સ્વીકારવાની કે ન સ્વીકારવાની ચર્ચામાં રહેલું છે. જૈન, બૌદ્ધ, ચાર્વાકઆ દશ વેદને પ્રમાણરૂપ માનતા નથી–અર્થાત વેદ દ્વારા મળતા જ્ઞાનને પ્રારૂપ ગણતા નથી.
મીમાંસકોએ વેદ-પ્રમાણથી પ્રાપ્ત થતા જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત પ્રસિદ્ધ છે એમ પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો. યાયિકોએ વેદને ઈકવરકતૃક માનીને તેનું પ્રામાણ્ય પરતઃ નિશ્ચિત થતું; માન્યું. શબરમુનિ (શાબરભાવ્ય), દિડ નાગ (પ્રમાણસમુચ્ચય), સિદ્ધસેન દિવાકર (ન્યાયાવતાર) વગેરેએ પ્રામાણ્યવાદ સૂત્રપાત કર્યો. પછી કુમારિક ભર (શ્લેકવાતિક), ધમકીર્તિ (પ્રમાણ વાર્તિક), જયેન્તભટ્ટ (ન્યાયમંજરી), ભા -સર્વજ્ઞ (ન્યાયમૂવણ), વાચસ્પતિ મિશ્ર (તાત્પયટીકા), ઉદયન (પરિશુદ્ધિ), ગંગેશ ઉપાધ્યાય (તત્ત્વચિન્તામણિ), વિશ્વનાથ પંચાનન (કારિકાવલી), અભદ્ર (તર્કસંગ્રહદીપિકા), ગદાધર ભટ્ટાચાર્ય (પ્રામાણ્યવાદ) વગેરે અનેક વિદ્વાને એ જ્ઞાનને પ્રામાણ્ય વિષે ચર્ચા કરી, પ્રામામવાડ, પંડિતેમાં રસને વિષય બની ગયે. મંડન મિશ્રને ઘર અંગે પૃથ્વી કરતા શંકરાચાર્યને પાણિયારીએ કહ્યું હતું જ્યાં મેના-પટ વૈદ સ્વતઃપ્રમાણ છે કે પરતઃ પ્રમાણ છે એવા વિવાદની વાણી બોલતાં હોય તે ધર, મંડોમિશ્રનું જાણો, ૨
પ્રત્યક્ષાદિ પ્રમાણથી મળતા જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને સ્વતઃસિદ્ધ છે એમ સાંખે માન્યું; આનાથી ઊલટું, તૈયાયિકે જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્ય બનેને પરતઃ સિદ્ધ થતાં માને છે. બૌદ્ધો જ્ઞાનને પ્રામાણ્યને પરત; અને અપ્રામાણ્યને સ્વતઃ સિદ્ધ થતું સ્વીકારે છે. આનાથી ઉલટુ, મીમાંસક જ્ઞાનના પ્રામાણ્યને સ્વત; અને અપ્રામાણ્યને પરતઃ સિદ્ધ થતું ગણે છે. જ્ઞાન ભાસિત થાય તેની સાથે જ તે જ્ઞાનનું સાચાપણું (પ્રામાય) કે ખાટાપણું (=અપ્રામાણ્ય) જણાઈ જાય તેને સ્વતઃ સિદ્ધ કહે છે. પરંતુ, જ્ઞાનના પ્રામાણ્ય કે અપ્રામાણ્યને સિદ્ધ કરવા પર=) બીજા કઈક સાધનને આધાર લેવામાં આવે છે તે પ્રામાણ્ય કે અબ્રામાણ્ય પરતઃ સિદ્ધ થયું કહેવાય.
ઉપર નોંધ્યું તેમ બૌદ્ધો અને યાયિકે બને પ્રત્યક્ષાદિ પ્રમાણથી ઉત્પન્ન થતા જ્ઞાનના પ્રામાયને પરતઃ સિદ્ધ થતું માને છે. છતાં, બંને વચ્ચે 11: ના સ્વરૂપ અંગે મતભેદ છે.
ભાસવદત્ત, ન્યાયસાર ઉપરની સપાટીકા ‘ન્યાયભૂષણના બીજા અનુમાન-પરિચ્છેદમાં,