________________
શાબરભાષ્યગત ભાષાવિચાર
રહેતો નથી. શબ્દના ગ્ય વિષય તરીકે “ આકૃતિ ' હરહમેશ શબ્દ તથા વસ્તુ બંને સાથે સંકળાયેલી રહે છે. આ તે હાજરાહજુર છે કે શબ્દ ઉચ્ચારાય ત્યારે વ્યકિત ઓંળખાય છે? એ શબ્દને લીધે ઓળખાઈ કે આકૃતિને લીધે એવું અલગપણું નજરોનજર જણાઈ આવતું નથી. અન્વય-વ્યતિરેકને આધારે તેની સમજણ પડે છે કે શબ્દ વિના પણ જેને આકૃતિની ઓળખ પડે છે તે વ્યક્તિને ઓળખી જ કાઢે છે. એથી ઊલટું, શબ્દ ઉચ્ચારવા છતાં માનસિક ખામીને લીધે કદાચ આકૃતિને ન જાણી શકે તે કદી વ્યક્તિને ઓળખી શકતો નથી.૫૪ તેથી જ શબરસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આકૃતિ તે વ્યકિત સાથે કાયમથી જોડાયેલી છે અને આકૃતિની ઓળખ પડતાં તેની સાથે સંબંધિત વ્યકિત આપોઆપ જ ઓળખાઈ આવે છે. શબરસ્વામી આ આકૃતિ ને મૂત અને વાસ્તવિક માને છે. આ રીતે ઈન્દ્રિયગ્રહણ શબ્દની સાથે સંબંધિત આકૃતિના ગ્રહણ વગર થઈ શકતું નથી.
| શબ્દને અનેક વાર પ્રોગ થતાં અનુભવને આધારે “ આકૃતિ ની ઓળખ પડવા લાગે છે, કેમ કે આકતિ ઇન્દ્રિયગ્રાહ્ય છે. જ્યારે જ્યારે અમુક શબ્દ ઉચ્ચારવામાં આવે ત્યારે ત્યારે તેની સાથે સંકળાયેલ આકતિ તરત જ જ્ઞાનને વિષય બને છે. શદથી આકૃતિ વ્યકત થાય છે છતાં શબ્દ કે આકૃતિ અમુક વૈયકિતક શબ્દપ્રયોગ કે અનુભવ ઉપર અવલંબતાં નથી પ૫ ગે-શબ્દ તે આજે જ નવી જન્મેલી વાછરડીને માટે પણ લાગુ પડે છે; ' એ વાછરડું પહેલાં હતું જ નહીં અને તેને માટે પહેલાં ગે- શબ્દ પ્રયા જ ન હતા.૫૬ અમુક એક ગાયને ન જોઈ હોય છતાં સામાન્ય જ્ઞાન થતું હોય છે, તેથી “ગે-શબદ વ્યકિતવાચકે છે ?' એવું પ્રયોગને આધારે ન કહી શકાય. આ ઉપરથી ફલિત થાય છે કે શબરસ્વામીના મતે શબ્દને વિષય વાસ્તવિક અનુભવ ઉપર અવલંબિત નથી. જો આમ ન હોત તે શબ્દ અનુભવ ઉપર આધાર રાખત અને પરિણામે શબ્દ રૂઢિ ઉપર આધાર ન રાખતા
'આકતિ ” અગેની શબરસ્વામીની આ વિભાવને એમણે આપેલી ઈન્દ્રિયગ્રાહ્યતાની સમજણ કે શબ્દ અને પદાથ વચ્ચેના “ પપત્તિક ', “ નિત્ય ' તેમ જ “ અવયંસંબંધની વિરુદ્ધમાં નથી જતી. “આકૃતિ એ કાંઈ અથથી વિરુદ્ધ ને કે પદાર્થની તુલનાએ ગણગણાય. તેવી રીતે શબ્દ સાથે સંકળાયેલે બીજો કેઈ અલગ “અથ ' નથી. “અથ' અંગે સ્પષ્ટતા કરતાં શબરસ્વામી કહે છે કે આકૃતિ એ જ શબ્દને સાચે વિષય છે. ફક્ત નામપદે જે દષ્ટ પરિમાણમાંના પદાર્થોને ઓળખવવા સમર્થ હોય છે, તેથી વિધિવાચક પદે તેમના . વિષયરૂપ' “આકૃતિ' તો બધ કરી શકતાં નથી કે કરાવી શકતાં નથી.પટ તેથી દષ્ટ પરિમાણુના ક્ષેત્રમાં તે સ્પષ્ટ રીતે શબરસ્વામીના મતે આકૃતિ વાસ્તવિકતાની રજુઆત નામશબ્દો દ્વારા જ કરે છે. અદષ્ટ પરિમાણમાં આકૃતિ આ કાર્ય કેવી રીતે કરે છે તે અંગે શબરસ્વામીએ કાંઈ ૨૫ષ્ટતા કરી નથી, છતાં તે રેવતા, વ, વગેરે નામે દ્વારા અદષ્ટ પરિમાણમાંના પદાર્થો કે વિષયોને નિર્દેશ જરૂર કરે છે તે ધ્યાનમાં રાખવા જેવું છે. ઉપરાંત શબ્દ અને તેના અર્થ કે વિષયભૂત પદાર્થ વચ્ચેને સ બ ધ અપાય હોવાનું શબરસ્વામીએ માન્યું છે તે પણ યાદ રાખવાનું છે.પટ આ રીતે શબરસ્વામીના મતે અપીધેય પરિમાણુને પદાર્થોના . - સ્પષ્ટ જ્ઞાન વિના શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધની ઉત્પત્તિ વિષે પગેરું કાઢવાની કે જે