SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવ સૂરિ વિરચિત અપભ્રંશ—ભાષામ વીર-જિનેશ્વર-ચરિત સપા ૨. મ શાહ નવાંગી–વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ જૈનાચાય` અભયદેવસૂરિ (વિ. સ. ૧૦૭૨-૧૧૩૫)ની અપભ્રંશ ભાષામાં રચાયેલ એક અવાધ અપ્રંસદ્ધ રચના અહી પ્રથમ વાર જ સ’પાદિત પ્રકાશિત થાય છે. આ, અભયદેવસૂરિએ અપભ્રંશ ભાષામાં જ રચેલ ‘જયતિહુઅણુ સ્તોત્ર' અત્યંત પ્રસિદ્ધ છે, પરંતુ પ્રસ્તુત વીજિણેસરચરિઊ' (વીરજિનેશ્વરચરિત)ની નોંધ અત્યાર સુધી જૈન સાહિત્યના કોઈ ઇતિહાસમાં પશુ લેવાઈ નથી તે આાજનક છે. બારેક વર્ષ પૂર્વે ભગવાન મહુાવીરના પચીસમા નિર્વાણું ની ઉજવણી પ્રસગે લા, ૪. વિદ્યામંદિરમાં યાજનાર પ્રશન માટે લાવવામાં આવેલ સામગ્રીમાં, ખ'ભાતથી આવેલ તાડપત્રીય પ્રતેમાં મેં આ રચના જોઈ અને તરત જ તેની નકલ કરી લીધેલ. પ્રતિ અત્યંત અશુદ્ધ હાઇ તેની બીજી કોઇ હરતપ્રત મળે તો પાઠ-નિર્ધારણ સારી રીતે થઈ શકે તેમ માની મે' બીજી હસ્તપ્રત માટે શેાધ જારી રાખેલી. પરન્તુ અત્યાર સુધી તેની ખીચ્છ હસ્તપ્રત મારા જોવા-જાણવામાં આવી નથી, આથી એક માત્ર પ્રાપ્ત પ્રતના માધારે પ્રસ્તુત સોંપાદન કર્યું છે. આ હસ્તપ્રત ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાંની તાડપત્રીય પ્રત છે. તેના ક્રમાંક ૧૨૭ છે, તેમાં ૩૩ થી ૪૭ સુધીના જ પુત્રો છે, જેમાં પત્ર ૩૩ થી ૩૯/૧ સુધી ધર્મોપદેશમાલા અને પુત્ર ૩૯/૨ થી ૪૭/૨ સુધી પ્રસ્તુત કૃતિ લખાયેલ છે. ૩૪ × ૪.૫ સે.મી. માપનાં પત્રોમાં પ્રતિપૃષ્ઠ ૫ પંક્તિ અને પ્રતિપક્તિ ૭૫ અક્ષરા છે. પ્રતિના લેખન-સમય નોંધાયેલ નથી, પરંતુ તે આશરે વિક્રમીય ૧૫ મી સદીની જણાય છે. પ્રતિ અત્યંત અશુદ્ધ છે. પ્રસ્તુત સંપાદિત આવૃત્તિમાં મૂળને અશુદ્ધ પાઠ આંતરિક પુરાવા, ભાષા, છંદ આદિના આધારે સુધારીને શુદ્ધ પાઠ મૂકેલ છે. અશુદ્ધ મૂળ પાઠ ટિપ્પણમાં આપ્યા છે. પ્રતમાં જ્યાં પાઠ ખુટતા જાય છે ત્યાં ચોરસ કૌસમાં [......] આ રીતે દર્શાવેલ છે. કોઇ સ્થળે આત્રા ખૂટતા સ્થળામાં સૂચિત પાઠ ચોરસ કૌ સમાં મૂકયા છે. જ્યાં પાઠની સઘ્ધિતા છે ત્યાં કૌંસમાં પ્રશ્નચિન્ટુ મૂકેલ છે. સામાસિક શબ્દો વચ્ચે નાની રેખા સરળતા ખાતર મૂકી છે. યાગ્ય સ્થળેાએ વિરામચિહ્નો મૂકયા છે અને પદ્યોના અ’કા વ્યવસ્થિત કરી યથાસ્થાન મૂકયા છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy