SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ના મહેતા આ પ્રયત્નમાં ગુજરાતી ભાષાના સારા ગ્રંથે તપાસીએ તે ઈ. સ. ૧૮૫૦થી ઈ.સ. ૧૯૨૯ અર્થાત્ ૭૯ વર્ષ સુધી અમદાવાદ માટે મગનલાલ વખતચંદને પ્રયત્ન માર્ગદર્શક રહ્યો. ત્યારબાદ ૧૯૨૯થી આજદિન સુધી આશરે ૫૫ વર્ષ રત્નમણિરાવે કરેલું કામ દિશા સૂચક છે. આ સમયને લાંબા ગાળે આપણું અધ્યયન દકિટ પર સારે પ્રકાશ ફેકે છે. ઈતિહાસનું અધ્યયન આખરે અતીતને કઈ એક દષ્ટિબિંદુથી જોવાની અને બતાવવાની પ્રવૃત્તિ છે. દષ્ટિબિંદુ પલટાતાં ઇતિહાસનું દાન પલટાય છે અને તેથી ઘણાં પ્રછન રૂપ દષ્ટિમર્યાદામાં આવે છે અને નવાં અર્થઘટને શક્ય બને છે આ પ્રકારને અનભવ વડોદરા, સુરત, ખંભાત નગર, ચંદ્રાવતી, આગ્રા, વારાણસી જેવાં નગરોનાં અધ્યયન તથા અવલોકનથી થયો છે. જે આ નગરોમાં આવે અનુભવ થાય તે અમદાવાદ માટે પણ આવા અનુભવની શક્યતા ને ઈન્કાર કરવો મુશ્કેલ બને. | ઇ તિહાસ અથવા અતીતમાં થયેલી માનવ પ્રવૃત્તિનું આજનું અધ્યયન માત્ર શબ્દા. * શ્રિત રહ્યું નથી, પરંતુ શબ્દને તે પ્રત્યક્ષાદિ પ્રમાણથી તપાસીને તેમાં બાધક પ્રમાણે ન દેખાય છે તે પરંપરાગત માન્યતાને સ્વીકારે છે. અને તેમ ન બને તે તે પ્રાચીન અર્થ. ઘટને ફેરવે છે અને તેને પ્રમાણાશ્રિત બનાવે છે. આ પ્રવૃત્તિને લીધે અતીતમાં થયેલી - માનવ પ્રવૃત્તિ સારી રીતે સમજાય છે. વળી માત્ર પ્રાચીન ઉપલબ્ધ લખાણોને આનપુવ. અનસાર ગાઠવાને અર્થઘટન થાય છે એટલી મર્યાદિત વ્યાખ્યા સ્વીકારવાને બદલે તે ગોઠવણથી શકય અર્થઘટન કરવા માટે આજે પ્રયત્ન થાય છે, એમ સ્વીકારવું પડે. આ અર્થધટને ઉપલબ્ધ પ્રમાણોની મદદથી થયેલાં શેષવત અનુમાને છે. તે બીજાં પ્રમાણ પ્રાપ્ત થવાને લીધે વધુ મજબુત થાય કે બદલાય એ બાબત ભવિષ્યની કાર્ય પદ્ધતિ અને દકિટબિંદ પર આધાર રાખે છે. અમદાવાદ સાથે આ વકતાને પરિચય આશરે ચાલીસ વર્ષ જેટલું છે આ લાંબા સમય દરમિયાન અમદાવાદમાં વસવાટ, પર્યટન અને તેનાથી થતાં પ્રત્યક્ષ દર્શનનો લાભ મળ હોવાથી તથા નગરનાં અધ્યયન તરફ અધ્યયન-નિષ્ઠ દરિટ હોવાથી અમદાવાદના ભૂતકાળનું સંશોધન કરવાનું કુતુહલ સ્વાભાવિક રીતે રહેતું. તેથી અમદાવાદનું ભૂપૃષ્ઠ. પારિભગિક સામગ્રી તથા અહીંની લિખિત સામગ્રી પૈકી મળી તેટલીનું અધ્યયન કરીને અમદાવાદમાં મનુષ્યો જ્યારથી રહેતા હતા તેની તપાસ કરનાર સાથે સંપર્ક રાખવાથી આ શહેરનો ઈતિહાસ જાણવાની તક મળી. તેમાં ૧૯૭૫માં અમદાવાદમાં કેલીક મીલમાં રાજડીનાં ટાંકાં પાસે ખનન કર્યું ત્યારે વધુ તપાસ કરવા માટેનું પ્રોત્સાહન મળયું. તેનાં ફલ સ્વરૂપે અમદાવાદને ઘનિષ્ઠ અભ્યાસ હાથ ધરવાના પ્રયત્નને પ્રારંભથી જે કેટલીક હકીકતે પ્રાપ્ત થઈ છે તે તથા તેની પરથી થતાં અર્થઘટને બાબત વિયાર વિનિમય કરવાનો આ પ્રયત્ન છે. (૨) અમદાવાદનું સ્થાન બિસને આધારે સ્વ મગનલાલ વખતચંદે ૨૩-૧” ઉત્તર અક્ષાંસ અને ૭૨°-કર' પૂર્વ રેખાંશ આપ્યું છે, બેએ ગેઝેટિયરે તેના અક્ષાંસ બરાબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy