SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર મધુસૂદન ઢાંકી સેલંકી યુગના સંસ્કૃત વામયકારોમાં નિગ્રંથદશન-વેતામ્બર આસ્નાયના રામચંદ્ર નામક બે, તેમ જ સાગરચંદ્ર નામના પણ બે કવિ-મુનિવરે થઈ ગયા છે. અલગ, પણ એક નામધારી આ કર્તાઓની કૃતિઓ અને કાળ વિષે સાંપ્રતકાલીન લેખનેમાં આથી સંક્રમ વરતાય છે. પ્રસ્તુત કર્તાઓની નિર્ણિત થયેલ પીછાન તેમ જ સમય-નિશ્ચય વિષે આથી પુનરવકન થવું જરૂરી બને છે. કવિ રામચંદ્ર રામચંદ્ર અભિધાન ધરાવતા એક તે છે સિદ્ધરાજ-કુમારપાલકાશીન, સુપ્રસિદ્ધ પૂર્ણતલગચ્છીય હેમચન્દ્રાચાર્યના શિષ્ય. એમની સ્તુતિઓ, પ્રબન્ધ, નાટકે આદિ અનેક ઉચ્ચ કેટીની રચનાઓના સન્દર્ભો મળે છે, અને તેમાંની કેટલીક તે આ જે ઉપલબ્ધ પણ છે ૧ મુદ્રિત કતિઓમાં જૈન સ્તોત્ર સન્દહ (પ્રથમ ભાગ) અંતર્ગત પ્રકટ થયેલી ૧૦ કાત્રિશિકાઓ, એક ચતુર્વિશતિકા, અને ૧૭ ષડશિકાઓ પ્રસ્તુત પંડિત રામચન્દ્રની છે તેવો સંપાદક (સ્વ.) મુનિરાજ ચતુરવિજયજીને અભિપ્રાય છે; જે કે ચતુરવિજયજીની વિશેષ નેધ અનુસાર (સ્વ.) મુનિરાજ શ્રી કલ્યાણવિજયના મતે તેના કર્તા બીજ જ રામચનદ્રબહદગાછીય વાદીન્દ્ર દેવસરિના પ્રશિય–છે. ૫ પંડિત અંબ, હાલ પ્રેમચંદ શાહ પણ બ્રિશિકાઓ હદગછીય રામચન્દ્ર સૂરિની માને છે કે જ્યારે ત્રિપુટી મહારાજ આ સમ્બન્ધમાં ચતુરવિજયજી જેવો મત ધરાવે છે. આથી આ બે નિશ્રામાંથી કે સાચે તેને હવે નિર્ણય થવો ઘટે. ચતુરવિજયજી પોતે પહેચેલ નિષ્કર્ષના સમર્થનમાં (૧૭ માંથી ૧૬) ડશિકાઓમાં મળતા સમાન અને સુચક પ્રાન્ત–પદ્ય પ્રતિ ધ્યાન દોરે છે : પ્રસ્તુત પદ્ય આ પ્રમાણે છે : स्वामिन्ननन्तफलकल्पतरोऽभिराम चन्द्रावदातचरिताञ्चितविश्वचक्र ! । शक्रस्तुताघ्रि सरसीरह ! दुःस्यसाथै देव ! प्रसीद करुणां कुरु देहि दृष्टम् ॥ આ પાના અંતિમ ચરણમાં કર્તાનું “રામચન્દ્ર અભિધાન હોવા ઉપરાન્ત તેમાં - દાદ-ત્રિપુટી મહારાજના મતે (શ્લેષથી ?) દિવ્ય દૃષ્ટિ –પ્રાપ્ત કરવાની આર્જવભરી યાચના વ્યક્ત થયેલી છે, જે તેમના પ્રક્ષાચક્ષુ હેવાના તક તરફ ખેંચી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy