________________
અવલાકન
૨૬૯
ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપર પરાઆ—બીજી સ શાષિત આવૃત્તિ, લેખક–ડા.—તપસ્વી નાન્દી, પ્રકાશક-યુનિવર્સિટી ગ્રંથનિર્માણ મે, અમદાવાદ. પ્રકાશન –૧૯૮૪, પાનાં-૬૦૭, કિંમત રૂ. ૩૦-૦૦,
વ્યાપ પણ
ગુજરાતમાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના લાયનાગ્રંથની બીજી આવૃત્તિ થાય તે ખરેખર એક સુખદ ઘટના ગણાય. દસ-અગિયાર વર્ષના ગાળામાં બીજી આવૃત્તિ થઈ ત્યારે ગ્રંથના સંશાધન-પરિમાર્જન-વિસ્તરણ-પુનરીક્ષણની તક લેખકે ઝડપી અને બીજી આવૃત્તિ સંશા ધિત અને સુધારેલી આપી એ વિશેષ આનંદની વાત. જ્ઞાનના ક્ષેત્રમાં ઈતિશ્રી તેા હાય જ નહી. દસ-અગિયાર વર્ષના ગાળામાં વિદ્વાન લેખકની મેધા વિશેષ ખીલી જ હોય; તેમાં ચિંતનની વિશેષ ઝીણવટ અને સૂક્ષ્મતા પ્રવેશ્યાં હાય, તેમના અભ્યાસના વધ્યા જ હૈાય. આ બધાને લાભ આ બીજી આવૃત્તિને મળ્યા છે તેથી આ ગ્રંથ કદમાં ઘણા વધુ મેાટો અનેે વિશેષ આવકારપાત્ર બન્યા છે, તે તો કઈ પણ સુજ્ઞ વાચક્ર નિ:સંકોચ કહી શકશે. લેખક તે “વિ ૬...''માં એટલે સુધી જણાવે છે કે આ આવૃત્તિમાં તેમના પ્રયત્ન રાઘવન વગેરે આધુનિક પૂર્વયાર્યાંના મતાનું પરિમાન કરવાનો રહ્યો છે, સાથે તેઓ ઉમેરે છે કે-પહેલી આવૃત્તિ પછીનાં અગિયાર વર્ષમાં જે અધ્યયન-અધ્યાપન, ચિંતન ચાવ્યુ, અધિકારી વિદ્વાના અને વિદ્યાર્થીએ સાથે જે પરામશ કર્યાં, એને નિચેડ અહીં રજૂ કર્યાં છે. આ આવૃત્તિમાં પદે-પદે, વાકયે-વાકયે, કરે કરે રજૂઆતનુ' નાવીન્ય સમીક્ષકારી દૃષ્ટિથી અછતુ નહિ રહે.''
૨૪ પ્રકરણા-ઉલ્લાસ અને ફલશ્રુતિના આ ગ્રન્થમાં લેખકે ભારતીય સાહિત્યશાસ્ત્રના પ્રાય: સર્વાં નાનામેાટા મુદ્દાને આવરી લીધા છે અને દરેકની મીમાંસા પ્રાચીન આચાયનિ માન્ય કાવ્યગત મહત્ત્વ અનુસાર કરી છે. આમાં કાવ્યલક્ષણ અને કાવ્યવિભાવન થી શરૂ કરી કવિશિક્ષાના મુદ્દામાં ગ્રન્થની પરિણતિ કરી છે. સ્વાભાવિક રીતે જ તેમાં શબ્દશક્તિવિચાર, ધ્વનિવિચાર અને રસવિચારને તેના કાવ્યમીમાંસાગત મહત્ત્વને કારણે છ, ત્રણ અને ત્રણ પ્રકરણા અપાયાં છે, અને તેમાં વિસ્તાર અનુક્રમે ૧૩૬, ૧૫૦ અને ૧૧૪ પાનાંના થયા છે, જે સ્વાભાવિક છે. તેમાં પણ પ્રત્યેકમાં આનનને કેન્દ્રમાં રાખી, તેના પૂર્વાચાર્યાં, આનંદવન અને તેના અનુગામીનુ ચિંતન એવું વ્યવસ્થિત વિભાજન લેખકે કર્યું” છે, જે સ` રીતે યોગ્ય છે. લેખકના ચિ ́તનની શાસ્ત્રીયતા અને ચોકસાઈનું આ એક પ્રમાણ છે. વળી ગ્ર ંથમાં વિષયા અને રજૂઆતની આંતર-વ્યવસ્થામાં પણ લેખકે પૂરી ચાકસાઇ રાખી છે તેની પ્રતીતિ પણ થાય છે. આ ઉપરાંત દરેક વિષય પરના ચિંતનની ઉત્ક્રાંતિ સ્પષ્ટ તારવી શકાય તે માટે લેખકે સૌ આધુનિકને પૂરા અભ્યાસ કર્યાં જણાય છે. તે છતાં આધુનિકોનાં મંતવ્યે પ્રમાણુ તરીકે ખાસ ટાંકયાં નથી; મૂળ ગ્રંથાના જ આધાર લીધે છે. લેખક ભારતીય સાહિત્યશાસ્ત્રની આલાચના-મીમાંસા મૂળ આચાર્યાંનાં ચિંતન અને દૃષ્ટિબિંદુને આધારે જ કરે છે. આથી આ ગ્રંથના ચિંતનનો પ્રમાણભૂતતા બાબત શંકા રહેતી નથી. શાસ્ત્રીયતા સાથે પ્રમાણભૂતતા એ આ ગ્રંથને માટા ગુણુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org