________________
શૃંગારનાં પદ
(૮૨-૧૩૦)
અલ્યા ! કેમ વાયું નથી કરતે રે; કે કોઈની લાજ નથી ધરતે રે ધાર્યું છે શું તારા મનમાં રે, રોકીને ઊભે છે વનમાં રે. એકલડી જાણ તેં મુજને રે, સીખામણ આપીસ હું તુજને રે. મુજમાં ને તારું ફાવે રે જશેદાને કે જે પરણાવે રે. પરણી એક પિતાની કરીયે રે, બીજીને કેડે નવ ફરીયે રે. નરસી મેતે કે સાચું બતાવે; પરણ્યા વિના પાર ન આવે રે.
?
આંગણુએ મનહર રે, મોરલી વાઈ ગએ રે, હવે કેમ જીવું રે મારી માય, કાળજુને છેટુ રે કપટી કાંહાંસુડે રે, તે તે મુને સાલે હઈડા માંહ, આંગણીએ...૧ અમે તે અમારે રે મંદિર ઊભલાં રે, વાટડીએ જાતાં દીઠે કાંહાંન; મીટને મેળા રે સખી માહારે તાંહાં હાં રે, વાલે માહારે કરી નઈશુની સાન. આંગણુએ...૨ જીવણજી તે જાતાં રે, મરી અમેશે ન ગ રે, રહો રહાં ગાત્ર ગળવા કાજ; ભાળ તે બતાવે કઈ ભૂદર તણી રે, હવે તે કહું છું મૂકી લાજ, આંગણીએ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org