SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ તરગલેલા બીજી ટીકામાં તેના નામ નીચે આપેલી ગાથાઓની સંખ્યા વીશેક છે. “ ગાથાકેશ ”ના કવિઓની મૂળ નામાવલિ અનેક રીતે ભ્રષ્ટ અને વિચ્છિન્ન રૂપમાં અત્યારે મળે છે, એટલે તેનું પ્રામાણ્ય ઘણું સંદિગ્ધ છે. પાદલિપ્તને નામે આપેલી ગાથાએ ખરેખર પાદલિપ્તની હશે કે કેમ તે કહી ન શકાય. છતાં તે પરથી એટલું તો અવશ્ય ફલિત થાય છે કે ગાથાકોશ'માં પાદલિપ્તની ગાથાઓને પણ સ્થાન અપાયું હતું. “સંતર.'ની ૧૦૨૧મી ગાથા “ગાથાકેશમાં પહેલા શતકની ૪૨મી ગાથા તરીકે મળે છે. “સ્વયંભૂદ' પૂર્વ ભાગ ૧,૪ નીચે જે ગાથા પાદલિપ્તને નામે આપી છે, તે “ગાથાકોશમાં પહેલા શતકની ૭૫મી ગાથા તરીકે છે. પણ ભુવનપાલ પ્રમાણે તેના કવિનું નામ વાસુદેવ” છે. “ગાથાકેશ'ના કવિઓની નામાવલિમાં ગરબડ થયેલી છે તે જોતાં, આ બાબતમાં વૃત્તિકારો પાસેની માહિતી ભૂલવાળી જણાય છે. અને આ ગાથાની પૂર્વવતાં ૭૪મી ગાથાના કવિનું નામ પાત્રતા (ભુવનપાલ) કે સ્ત્રિભ્ય (પીતાંબર) આપેલું છે, તેથી એવી અટકળને પૂરતો અવકાશ છે કે પાછળના સમયમાં કવિનામેના ક્રમમાં એક ગાથા આગળપાછળ થઈ ગઈ હોય. “ગાથાકેશ'ના પહેલા શતકની ચાથી ગાથા (3મ નિવળા વગેરે) કે જે અલં. કારગ્રંથોમાં ઉદાહરણ તરીકે વારંવાર ઉપયોગમાં લેવાઈ છે તેના કવિનું નામ ભુવનપાલ પ્રમાણે પિટ્ટિસ' છે. પિટ્ટિસ સાતવાહન રાજાને એક મંત્રી હોવાની પંરપરા છે. “સં. તરં”ની ૨૬૩મી ગાથાનું ઉક્ત ગાથા સાથે નોંધપાત્ર સાદૃશ્ય છે. આ બધી હકીકતો પરથી જોઈ શકાય છે કે તરંગવતીકાર પાદલિપ્ત અને “ગાથાકોશ'ના સાતવાહન વગેરે અન્ય પ્રાકૃત કવિએ એક સમન સાહિત્ય પરંપરાના હોઈને તેમની વચ્ચે વિષય, નિરૂપણ અને રચનાશૈલી પર ઘણું સામ્ય હતું. ‘તરંગવતીની પ્રાચીન પ્રાકૃત * “સં. તરં.ના કેટલાંક વ્યાકરણ રૂપ અને શબ્દપ્રયોગો પ્રાચીન જૈને પ્રાકૃતિની કેટલીક લાક્ષણિકતાઓનું સ્મરણ કરાવે છે. આખ્યાતિક રૂપો : (૧) વર્તમાન પહેલા પુષ એકવચનનાં -યં ત્યય વાળાં રૂપે, જેમ કે પક્ષ (૨૬૧, ૧૪૦ ૦), વાસ (૧૮૯૨), ૐ (૨૫૨, ૨૬૪, (૮૭૬, ૧૨૫૨), સવં (૨૮૮),નીચે (૫૦૧), ૩ma (૭૪૮), $ (૩૬, ૮૧૮, ૧૦૧૩, ૧૪૪૨), ૩જ્ઞ (૩૫૬, ૭૬૩), રૂછું (૭૮ ૬, ૧૫૦૭), (૧૯૭૩), સાય” (૧૦૦૨), ધાએ (૧૮૯૦), કુળ (૧૧૩૫), સમજુ છે (૧૨ ૦૦), પેન્ન, (૧૪૯૧); (૨) પહેલા પુરુષ બહુવચનનાં –મુ પ્રત્યયવાળાં રૂપ : છીમુ (૧૯૯૪), પુછીયું (૧૩૧૬), રાણા; (૧૦૭૩); (૩) અદ્યતન ભૂતકાળનાં વિવિધ રૂપ :-સી, છીચ કે–ીય પ્રત્યયવાળાં, જેમકે ૨. પાંચ ગાથાના જૂથમાંની આ બીજી ગાથા હોઈને “તરંગવતી'માં તે બીજેથી લેવાઈ હોવાનો ઓછો સંભવ છે. તે પાદલિપ્તની જ રચના હોય. ૩. * કવિદર્પણ” ૨, ૮, ૭ પરની વૃત્તિમાં પણ પાદલિપ્તની એક ગાથા ટાંકી છે. એ ગાથા ભોજના “સરસ્વતીકંઠાભરણ” (૩, ૧૫૩)માં અને અંશત: “સિદ્ધહેમ' (૮, ૧, ૧૮૭, ૮, ૩ ૧૪૨)માં કવિનું નામ આપ્યા વિના ઉદધૃત કરેલી છે. આ ગાથા “સં. તર"માં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520757
Book TitleSambodhi 1978 Vol 07
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1978
Total Pages358
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy