SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ તરંગલોલા : બાલસ્વભાવને કારણે, ઉપાશ્રયની નજીક, બીજા બાળક સાથે તે રમતા હતા ત્યારે દરથી દર્શનાર્થે આવેલા શ્રાવકોએ તેમને ચેલા માનીને પૂછયું, “પાદલિપ્તાચાર્ય કયાં છે?' તેમને સ્થાન ચીપીને પોતે ગુપ્ત રીતે ગુરુને આસને આવીને બેસી ગયા. બાળકને અર્થગંભીર ધર્મ દેશના કરતા જોઈને શ્રાવકો પ્રભાવિત થયા. તેવી જ રીતે વાદ કરવા આવેલા પરધમીએને ચાતુર્યથી મહાત કર્યા, અને “અગ્નિ ચંદનરસના જેવો શીતળ લાગે ખરો ? એવા તેમના પ્રશ્નનો “શુદ્ધ ચારિત્રવાળાને જ્યારે ખોટા આળને કારણે અપયશ થાય ત્યારે તેને એ દુ:ખમાં અગ્નિ પણ ચંદનલેપ સમે શીતળ લાગે” એવો ચમત્કારિક ઉત્તર આપો. તે પછી સંધની વિનંતીથી શત્રુંજયની યાત્રા કરી ત્યાંથી પાદલિપ્ત કણરાજાના માન્યખેટ નગરમાં ગયા. પોતે બનાવેલી પાદલિપ્તી નામક સાંકેતિક ભાષાથી કૃષ્ણરાજાને પ્રભાવિત કરીને ત્યાંથી તેઓ ભૂગુકચ્છ ગયા, અને અંતરિક્ષમાં તેજસ્વી આકૃતિરૂપે દર્શન દઈને ત્યાંના બલમિત્ર રાજાને તથા લોકોને પ્રભાવિત કર્યા. તીર્થયાત્રા કરતાં પાદલિપ્ત એક વાર સૌરાષ્ટ્રની કાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રહેતો સિદ્ધ નાગાર્જુન તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને તેમને શિષ્ય બન્યા. પાદલિપ્ત નિત્ય આકાશમાગે તીર્થયાત્રા કરવા જતા અને એક મુહૂર્તમાં પાછા ફરતા. તેમનાં ચરણ ઈને નાગાજ ને જે ઔષધિઓના પાદલેપથી પાદલિપ્ત આકાશગમન કરી શકતા હતા. તેમાંની ૧૦૭ ઔષધિઓ સુંધી-ચાખીને ઓળખી કાઢી. તે ઐાષધિઓને પગ નીચે લેપ. લગાડીને નાગાજતે આકાશમાં ઊડવા કુદકો માર્યો, પરંતુ તે બેય પર પથ અને પગ ભાંગી ગયા. તેના પ્રજ્ઞાબળથી પ્રસન્ન થઈને પાદલિતે તેને ખૂટતું ૧૦૮મું દ્રશ્ય બતાવ્યું. નાગાર્જુનને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કૃતજ્ઞભાવે તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં ગુરુને નામે પાદલિપ્તનગર વસાવ્યું, તથા ત્યાં મહાવીર વગેરે તીર્થકરોની અને પાદલિપ્તાચાર્યની મૂર્તિવાળું દેવાલય બનાવ્યું. વળી રૈવતક પર્વત ઉપર નેમિનાથના ચરિત્રને પ્રગટ કરતાં વિવિધ સ્થાનક પણ તેણે રચ્યાં. પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં ચાર શાસ્ત્રસંક્ષેપકાર કવિઓએ એકબે શબ્દોમાં જ કાઈ સમગ્ર શાસ્ત્રનો સાર વ્યક્ત કરી બતાવીને રાજકૃપા પ્રાપ્ત કરી. પણ ભગવતી ગણિકાએ પાદલિપ્તસૂરિની તુલનામાં સની વિદ્વત્તા નીચી હોવાનું કહ્યું. આથી સાતવાહને પાદલિપ્તને નિમંડ્યો, આવી પહોંચેલ અચાય ને બૃહસ્પતિ નામના વિદ્વાને કોઠા સુધી ધી ભરેલું પાત્ર મોકલાવીને એમ સૂચવ્યું કે અહીં કોઈ નવા વિદ્વાનને માટે સહેજ પણ અવકાશ નથી; પરંતુ પાદલિતે એ ઘીના પાત્રમાં સેય મૂકી બતાવીને પ્રત્યુત્તર વાળ્યો. તે પછી ત્યાં રહીને તેમણે જ્યારે પોતાની નવી રચેલી ‘તર ગલેલા' કથા સાતવાહનની સભા સમક્ષ પ્રસ્તુત કરી, ત્યારે અદેખાઈથી પ્રેરાઈને પાંચાલ કવિએ એવો આક્ષેપ કર્યો કે 'તરંગ' મૌલિક કથા નથી, પણ મારી કૃતિઓમાંથી સ્વ૮૫ અર્થ એરી લઈને બાળકો અને અને રીઝવવા માટે બતાવેલી એક થાગડથીગડ કંથામાત્ર છે. આથી પાદલિપ્તાચાર્યે પોતે મૃત્યુ પામ્યા હોવાની કપટયુક્તિ રચી. તેમની શબવાહિની પાંચાલ કવિની ભવન પાસેથી નીકળી ત્યારે પશ્ચાત્તાપ કરતે તે લાગણીવશ થઈને બેલી ઊડ્યો, “જેના મુખનિઝરમાંથી તરંગલોલા નદી વહી તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફટી કેમ ન ગયું ?' અને તરત જ પાદલિત For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520757
Book TitleSambodhi 1978 Vol 07
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1978
Total Pages358
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy