SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલેલા ૪૭ ચકવાકી-વિલાપ અરેરે! બીજાના સુખના વિઘાતક કયા દયાહીને આને વીંધી નાખ્યો ? કોણે સરસી (=સરોવર)રૂપી સુંદરીનું આ ચક્રવાકરૂપી સભાગૃતિલક ભૂંસી કાઢયું ? (૩૫૪) કોણે મને ઓચીંતું આ સ્ત્રીઓના સુખનું વિનાશક શકિવર્ધક નિ:સીમ વૈધવ્ય આપ્યું ? (૩૫૫) હે નાથ ! તારા વિરહમાંથી પ્રગટેલા અનુતાપના ધુમાડા અને ચિંતાની જવાળાવાળા શકાગ્નિથી હું બળી રહી છું. (૩૫૬). કમળપત્રની આડશમાં તું રહ્યો હોય ત્યારે તારું આ રૂપ ન જોતાં હું તારા દર્શનથી જ્યારે વંચિત થતી ત્યારે કમળસરોવરોમાં પણ મારું મન ઠરતું ન હતું. (૩૫૭). મારી દષ્ટિ બીજા કેઈ વિજ્ય પર ચેટતી જ નહીં–કમળપત્રના અંતરે રહેલે તું ત્યારે પણ મને દેશ તરે ગયા સમ લાગતે (૩૫૮). તું મારે માટે અદશ્ય બનતાં હવે મારો આ દેહ શું કામ બાકી રહ્યો ? પ્રિયવિરહનું નિરંતર દુઃખ આવી પડવું. (૩૫૯). દહન પેલો વનગજ પાછો વળી જતાં તે વનચર મારા સહચરને વીંધાયેલો જોઈને હાય હાય કરતો ત્યાં આવી પહોંચ્યો. (૩૬). હાથ ધુણાવતો, મોટા શોકપ્રવાહ સમો તે વ્યા, જ્યાં મારા પ્રિયતમ મરેલો પડ્યો હતો તે સ્થળે આવ્યો. (૩૬૧). પ્રિયતમના પ્રાણધાતક કાળ સમાં ભીષણ દેખાવવાળા તેને જોતાં જ ભયવ્યાકુળ બનીને હું ઝડપથી આકાશમાં ઊડી ગઈ (૩૬૨). પછી તેણે ચક્રવાકને ઝાલીને તેમાંથી પોતાનું બાણ ખેંચી કાઢયું, અને મરી ગયેલ જાણીને તેને રેતાળ કાંઠા પર અનુકંપાથી મૂકો. (૩૬૩). મારા પ્રિયતમને ચંદ્રકિરણ જેવા Aત તટ પર નાખીને તે નદીની આજુબાજુ કાષ્ઠ શોધવા લાગ્યો. (૩૬૪). એ વનચર લાકડાં લઈને પાછો આવે તે દરમિયાન હું પ્રિયતમના પડખામાં લપાઈને બેઠી, (૩૬૫). “હાય નાથ ! હું તને આ છેલ્લી વાર જ જોવાની. એક ઘડીમાં તે તું સદાનો દુર્લભ બની જઈશ,” એમ હું વિલાપ કરવા લાગી. (૩૬૬). ત્યાં તો તે વનચર જલદી લાકડાં લઈને મારા પ્રિયતમની પાસે આવી પહોંચ્યો. એટલે હું પણ ઝડપથી ઊડી ગઈ (૩૬૭). હાથમાં દારુ (=લાકડ) સાથે તે દારુણને જોઈને હું વિચારવા લાગી કે આ દુષ્ટ મારા પ્રિયતમને આનાથી ઢાંકી દઈને બાળી નાખશે. (૩૬૮). મનમાં એ પ્રમાણે વારંવાર વિચારતી દુઃખથી સંતપ્ત બનીને પાંખો વીંઝતી હું મારા પ્રિયતમની ઉપર તરફ ભ્રમણ કરવા લાગી. પછી તેણે ધનુષબાણ તથા ચામડાની કંપી બાજુ પર મૂકીને મારા પ્રિયતમને બધાં લાકડાંથી ઢાંકી દીધે. (૩૭૦).
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy