________________
તરંગેલિલા
કથામુખ
વસ્ત્રદેશ
ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામનો રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે. (૮૬)–રત્નોનું ઉદ્ભવસ્થાન, મોટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર (૮૭); સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જેવો રમણીય, નિર્વાણુના જે વાસગ્ય, અને ધર્મપાલનના જે ફલપ્રદ. (૮૮). કૌશાંબી નગરી
તેમાં છે નગરી નામે કૌશાંબી–જાણે કે ઉત્તમ નગરજનોનું વાસભવન (?), દેવકનું વિડંબન, જનગણમનનું આલંબન (૮૯). મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહ વાળી, તે યમુના નદીને તીરે વિસ્તરી હતી. (૯૦).
ઉદયન શો
ત્યાં ઉદયન નામનો સજનવત્સલ રાજા હતા. તેનું બળ અપરિમિત હતું, યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી (૯૧); તે મિત્રોનું કલ્પવૃક્ષ, શત્રુવનનો દાવાનળ, કીર્તિને આવાસ હતો; સુભટસમૂહથી વીંટળાયેલો અને ક્ષાર્થ હતો. (૯૨). તે કાંતિમાં જાણે પૂર્ણચંદ્ર, સ્વરમાં જાણે હંસ, ગતિમાં જાણે નરસિંહ હતો. અશ્વ, ગજ, રથ અને સુભટ (એમ ચતુરંગ સેના)ની પ્રચુરતા વાળા હૈહય કુળમાં તે જન્મ્યો હતો. (૯૩). ઉત્તમ કુળ, શીલ અને રૂપવાળી વાસવદત્તા હતી તેની પત્ની–જાણે સર્વ મહિલાગુણની સંપત્તિ, જાણે રતિસુખની સંપ્રાપ્તિ, (૯૪). નગરશેઠ
શ્રેષ્ઠીઓની શ્રેણીમાં જેનું આસન પ્રથમ રહેતું તે નગરશ્રેષ્ઠી કષભસેન તેના મિત્ર અને સર્વ કાર્યમાં સાક્ષી હતો. (૫). તે અર્થશાસ્ત્રમાં નિપુણ અને તેના તાત્પર્યને જાણકાર હતો; અન્ય સર્વ શાસ્ત્રોમાં પણ તે નિષ્ણાત હતો; બધા પુરુષગુણ અને વ્યવહારેના તે નિકપરૂપ હતો. (૯૬). તે સૈમ્ય, ગુણોને આવાસ, મિત, મધુર, પ્રશસ્ત અને સમાચિત બેલનારો, મર્યાદાયુક્ત ચારિત્ર્યવાળે અને વિસ્તીર્ણ વેપારવણજ વાળો હતો. (૭). સમ્યગદર્શન વડે તેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી હતી; પ્રવચનમાં તે સંશયરહિત શ્રદ્ધા વાળો હતો; જિનવચનનો શ્રાવક અને શુચિ મોક્ષમાર્ગને અનુસરનારો હતો. (૮૮). તે શ્રાવકમુણોને નિધિ સમો હતો; જ્ઞાન, દર્શન અને વ્રતને આધાર હતો; બંધ અને મોક્ષના વિધાનને જાણકાર હતો; જીવ અને અજીવનું તેને જ્ઞાન હતું. (૯૯). તે વિનયમાં દત્તચિત્ત (?), નિર્જર, સંવર અને વિવિકનો અતિ પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિને જાણકાર અને શીલવંતના ઉતુગ પ્રાકાર સમો હતે. (૧૦૦). તે પોતાના કુળ અને
વંશન દીપક, પ્રજાજનો અને દીનદુઃખનું શીતગૃહ, લક્ષ્મીને મધ્યાવાસ, મુગુરાને ભંડાર તથા ધીર હતે. (૧૦૧).