________________
તરંગલા
પણ લોકોમાં કિંવદંતી છે કે દેવતા માત્ર અનિમિષ હોય, તેમની કૂલમાળા કદી કરમાય નહીં, અને તેમનાં વને રજ ન લાગે. (૫૧). વિકવણાશક્તિથી તેઓ નાનાવિધ રૂપ ધારણ કરે ત્યારે પણું, કહે છે કે તેમનાં નેત્ર ઉન્મેષ વિનાનાં હોય છે. (પર). પરંતુ આનાં ચરણ તો ધૂળવાળાં છે, અને ચન પણ ઉઘાડમીંચ થાય છે. માટે આ દેવી નહીં, પણ માનવી છે. (૫૩). અથવા તો મારે આવી શંકાઓ શું કામ કરવી ? એને જ કોઈ નિમિત્તે પૂછી જોઉં-હાથી નજરે દેખાતો હોય ત્યાં પછી તેનાં પગલાં શું કામ શોધવા જાઉં ? (૫૪). "
એ પ્રમાણે મનથી ઠરાવીને તે આર્યાના રૂપ અને ગુણના કુતૂહલ અને વિજ્યથી પુલકિત ગાત્રવાળી તે ગૃહિણીએ તેને કહ્યું (૫૫), “આવ, આર્યા, તું કૃપા કર : જે તારા ધમને બાધા ન આવતી હોય તે, અને શુભ પ્રવૃત્તિ થતી હોય તો મને ધર્મકથા કહે. (૫૬).
ધર્મકથાને મહિમા
આ પ્રમાણે કહેવાતાં તે આર્યા બોલી, “જગતના સર્વ જીવોને હિતકર એવો ધર્મ કહેવામાં કશી બાધા નથી હોતી. (૫૭). જે અહિંસલક્ષણ ધમ સાંભળે છે તથા જે કહે છે તે બંનેનાં પાપ ધોવાઈ જાય છે અને તેઓ પુણ્ય પામે છે. (૫૮). શ્રેતા ઘડીક પણ બધે વેરભાવ તજી દે અને ધમકથા સાંભળીને નિયમ ગ્રહણ કરે તેનું શ્રેય કથા કહેનારને ભળે છે. (૫૯). અહિંસાલક્ષણ ધર્મ કહેનાર પિતાને તથા સાંભળનારને ભવસાગરના પ્રવાહમાંથી તારે છે. (૬). આથી ધર્મકથા કહેવી એ પ્રશસ્ત છે. તે જે કાંઈ હું જાણું છું તે હું કહીશ, તમે એકાગ્ર ચિત્તે સાંભળો.” (૧).
એટલે તે આર્યાને નિહાળતી પેલી બધી સ્ત્રીઓ એકમેકને હાથતાળી દેતી બેલવા લાગી (૬૨), અમારી મનકામના પૂરી થઈ? આ રૂપસ્વિની આર્યાને અમે આ ને વડે અનિમિષ દષ્ટિથી જોયાં કરીશું. (૩). ગૃહિણીએ પણ અભિવાદન કરીને ચેલીઓ સહિત આર્યાને આસન આપ્યું. (૬૪). પેલી સ્ત્રીઓ પણ મનથી રાજી થઈને અને આર્યાને વિનયપૂર્વક વંદીને ગૃહિણીની પાસે ભેંય પર બેસી ગઈ. (૬૫).
એટલે, ફુટ શબ્દ અને અર્થવાળી, સજઝાય કરવાથી લાઘવવાળી, સુભાષિતને લીધે કાન અને મનને રસાયણરૂપ એવી ઉક્તિઓ વડે આર્યા જિનમાન્ય ધર્મ કહેવા લાગી– જે ધર્મ જરા, રોગ, જન્મ, મરણ ને સંસારને અંત લાવનાર હતા, સર્વ જગતને સુખાવહ હતો, જ્ઞાન, દર્શન, વિનય, તપ, સંયમ અને પાંચ મહાવ્રતોથી યુક્ત હતો, અપાર સુખનું ફળ આ૫નાર હતો. (૬૬-૬૮).