________________ Errorl Reference source not found. 68 Error! Reference source not found. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 24 ]. હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એક્તા કરવાથી કેવળજ્ઞાન થાય. [ હાથનોંધ 3, પૃષ્ઠ 27]. આકાશવાણી તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. 11 [હાથનોંધ 3, પૃષ્ઠ 29 ]. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.