________________ Errorl Reference source not found. 66 Error! Reference source not found. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ. [હાથનોંધ 3, પૃષ્ઠ 16 ] સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મોક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજુ નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 17 ]. ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્વાર્થપ્રતીતિ થવી તે છે. [હાથનોંધ 3, પૃષ્ઠ 19 ]