________________ Errorl Reference source not found. Error! Reference source not found. વ્યવહાર દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. સમભિરૂઢ દ્રષ્ટિથી એવંભૂત અવલોક, એવંભૂત દ્રષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત દ્રષ્ટિથી એવંભૂત થા. એવંભૂત સ્થિતિથી એવંભૂત દ્રષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. [હાથનોંધ 2, પૃષ્ઠ 37 ]. હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંયોગાસનો આ આભાસ તો જુઓ ! આશ્ચર્યવત, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.