________________ Errorl Reference source not found. Error! Reference source not found. [ હાથનોંધ 2, પૃષ્ઠ 15 ]. જીવને બંધનના મુખ્ય હેતુ બે : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ - મિથ્યાત્વ એટલે અસમ્યફદર્શન છે. સમ્યફજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યફદર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યકુચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ. [હાથનોંધ 2, પૃષ્ઠ 17 ] હે જીવ! સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.