________________ Errorl Reference source not found. 34 Error! Reference source not found. 58 [ હાથનોંધ 1, પૃષ્ઠ 121 ] એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે ? 59 [ હાથનોંધ 1, પૃષ્ઠ 122 ] જો આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યો તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. 60 [ હાથનોંધ 1, પૃષ્ઠ 124 ] જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે - નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. 61 [ હાથનોંધ 1, પૃષ્ઠ 126 ]