________________ Errorl Reference source not found. Error! Reference source not found. 2 હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું. તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરૂ દેવચંદ્રસૂરિ હતા. મોરબી, અષાડ સુદ 11, રવિ, 1956 8 1 સરસ્વતી જિનવાણીની ધારા. 2 (1) બાંધનાર, (2) બાંધવાના હેતુ, (3) બંધન અને (4) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેત્રે કહ્યું છે. 9 મોરબી, અષાડ સુદ 12, સોમ, 1956 1 શ્રી યશોવિજયજીએ ‘યોગદ્રષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી કાંતાદ્રષ્ટિ ને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિઃસત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી ‘પરાદ્રષ્ટિ'માં બતાવ્યું છે કે ‘પરમાવગાઢ સમ્યકત્વ’ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. 2 ‘પાતંજલ યોગ'ના કર્તાને સમ્યકત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. 3 હરિભદ્રસૂરિએ તે દ્રષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે, અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. 4 ‘યોગદ્રષ્ટિ'માં છયે ભાવ- ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક-નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્વભૂત છે. 5 જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન 6 ઠું) 6 જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. 7 સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે, પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. 8 દિગંબરનાં તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો.