SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. 70 શંકા - શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે:-). કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. 71 જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. 71 આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. 72 અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ’ છે. 72 માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. 73 માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. 73 સમાધાન - સગુરૂ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સગુરૂ સમાધાન કરે છેઃ-) હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, 11જુઓ વિચારી ધર્મ. 74 ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. 74 11 પાઠાંતર-જુઓ વિચારી મર્મ.
SR No.330843
Book TitleVachanamrut 0718 4 Atma Siddhi Gatha 103 to 142
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy