________________ એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. 25 પ્રત્યક્ષ સદગુરયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ; અસગુરૂને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. 26 પ્રત્યક્ષ સગરૂનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દ્રઢ મુમુક્ષ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદગુરૂ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દ્રઢપણું જણાવે. 26 દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. 27 દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. 27 લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. 28 વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પ્રજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. 28 અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. 29 અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સગુરૂ, સતશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. 29 જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી. 30 તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. 30 એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ;