________________ આત્માર્થની ઇચ્છા હોય તેણે સદગુરૂના યોગે કરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાની પુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે. પૂર્વે સદ્ગરનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરૂના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તો તેનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે : જે પોતાના પક્ષને ત્યાગી દઈ સગુરૂના ચરણને સેવે, તે પરમાર્થને પામે. અર્થાત પૂર્વે સગુરૂનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સગુણ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી, અને તેથી સદગુરૂનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છેદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. અત્રે અસગુરૂએ દ્રઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે, અને તેમને સદગુરૂના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદગુરૂથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદગુરૂને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદગુરૂચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે : યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂઝયા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદુગરૂથી અમુક બૂક્યા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂઝયા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સગુરૂની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સગુરૂની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂડ્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ ‘સ્વયંબુદ્ધકહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદગુરૂથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદગુરૂપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જો સદગુરૂપદનો નિષેધ કરે તો તે ‘સદેવ, સદગુરૂ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી’, તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સગુરૂ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસગરનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે ? જો અસદુગુરૂનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે.