________________ સમાધાન - સગુરૂ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? 62 દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત એમ તેણે જાયું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? 62 જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશો :દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી, અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતો નથી; પોતાને તે જાણતો નથી તો બીજાને શું જાણે ? વળી દેહ રૂપી છે; સ્થળાદિ સ્વભાવવાળો છે અને ચક્ષનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાતુ પોતાને તે જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે', એમ શી રીતે જાણે ? અને ‘મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે’ એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે. દેહ જાણનાર થઈ શકતો નથી તો પછી ચેતનનાં ઉત્પત્તિલયનો અનુભવ કેને વશ કહેવો ? દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું, જેમ ‘મારા મોઢામાં જીભ નથી' એવું વચન કોઈ કહે તેમ ચેતનનાં