________________ જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. 41 જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. 41 ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરૂશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. 42 જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરૂશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. 42 ષપદનામકથન ‘આત્મા છે', ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજકર્મ', ‘છે ભોક્તા’, ‘વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ'. 43 ‘આત્મા છે’, ‘તે આત્મા નિત્ય છે, ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે’, ‘તેથી મોક્ષ થાય છે, અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે'. 43 ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. 44 એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. 44 શંકા - શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. 45 દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત જીવ નથી. 45 અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. 46