________________ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરૂ લક્ષણ યોગ્ય. 10 આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સગુરૂનાં ઉત્તમ લક્ષણો છે. 10. સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સગુરૂલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે, જેમની વાણી અપૂર્વ છે, અર્થાત નિજઅનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદગુરૂનાં યોગ્ય લક્ષણો છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, ‘પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,’ એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સગુરૂ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે “કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં, અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. 7 જુઓ આંક 837