SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષવાળાનું કંઈ ન્યૂનાધિકપણું ઠર્યું જ નહીં. વળી કોઈ ‘શ્રી ઠાણાંગસૂત્ર'ની ચોભંગી ગ્રહણ કરીને એમ કહે કે “અભવ્યના તાર્યા પણ તરે', તો તે વચન પણ વદતોવ્યાઘાત જેવું છે, એક તો મૂળમાં ‘ઠાણાંગમાં તે પ્રમાણે પાઠ જ નથી, જે પાઠ છે તે આ પ્રમાણે છેઃ* ....... તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે:-' ........... તેનો વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે??- ........... જેમાં કોઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી, અને કોઈ એક ટબામાં કોઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઈ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જો અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસદગુરૂથી તરાશે એમાં કશો સંદેહ નથી. અને અસોચ્યા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સદગરયોગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે, પણ સદગુરૂઆજ્ઞાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તો ઊલટું તે માર્ગ ઉપર દ્રષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા કેવળી .......... અર્થાત અસોચ્યા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સગરૂનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સગુરૂમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સગરથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે, અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે, એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને 3 જુઓ આંક 542. 4 મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. 5 મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી.
SR No.330840
Book TitleVachanamrut 0718 1 Atma Siddhi Gatha 001 to 023
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy