________________ શિષ્યને સદગુરૂના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. 119 ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. 120 પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. 120 કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. 121 જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. 121 અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. 122 અથવા આત્મપરિણામ જે શદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. 122 મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. 123 આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદગુરૂએ કૃપા કરીને નિર્ગથનો સર્વ માર્ગ સમજાવ્યો. 123 અહો ! અહો ! શ્રી સદગુરૂ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. 124 અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદગુરૂ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. 124 શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. 125 હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદૂગુરૂ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ