________________ એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેયો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. 20 અસદગુરૂ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. 21 આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસગુરૂ પોતાને વિષે સગુરૂપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. 21 હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. 22 જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસગુરૂને વિષે પોતે સદગુરૂની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. 22 હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. 23 જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં, એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. 23 મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરૂ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરૂમાં જ મમત્વ. 24 જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરૂને સાચા ગુરૂ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરૂ હોય તોપણ તેમાં જ મમત્વ રાખે. 24 જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. 25 જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહામ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે;