________________ કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરૂની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે, એમ કહ્યું. આગમ અનુમાન- એ શબ્દથી એમ દર્શાવ્યું કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ હેતુ. ગુરૂ કરુના- એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દ્રષ્ટિનું જ્ઞાન હતું, પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી જે ગુરૂ મહારાજની કૃપાદ્રષ્ટિ સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર; તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી “શુભાશુભ” એ; અતિ થિરતા ચિત્ત ધાર- એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય-યથાયોગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર- એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી જુઓ ! હવે વિષયનો પ્રારંભ કરે છેઃ નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; તામેં નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવ મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ. હવે તે ત્રણ નાડીનાં નામ કહે છેઃ ઇંગલા પિંગલા સુષમના, એ તીનુંકે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુણ અરુ ધામ. ઇંગલા, પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે,