________________ ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દ્રઢ થઈ. હવે - દશમ ચિત્ર- લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવના - એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળીને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ રૈવેયક. પાંચ અનત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આસવભાવના અને સંવરભાવના, તપ મહાફલી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્ર પૂર્ણતા પામી. દશમ ચિત્ર સમાપ્ત. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.