________________
કે
તા. ૧૫-૭-૪૮
પ્રબુદ્ધ જૈન
તરફ જ જેમનું આજ સુધી મુખ્ય લક્ષ હતું તેવા સત્તાધારીઓ અને તેમના અનુગામીઓ આ પ્રમાણે રજુઆત કરી રહ્યા છે અને તે બાબતને પ્રચાર કરી રહ્યા છે અને આ બાબતમાં કઈ પણ પ્રકારને કાયદો થાય તે પહેલાં તેઓ પિત પિતાની સત્તાના પરિઘમાં જાતજાતના ઠરાવો કરી રહ્યા છે. કોઈ હાલ મંદિર છે તેને મોટું બનાવવાને, કોઈ બીજાં નવાં મંદિરે ઉભા કરવાને, કેઈ અમુક જીર્ણ મંદિરોને ઉદ્ધાર કરવાને-એમ એક યા બીજી બાબત પાછળ હજારની રકમ ખરચવાનો ઠરાવ કરી રહેલ છે. જેનોનાં હિંદુસ્થાનમાં સંખ્યાબંધ મંદિર છે અને તેની રક્ષા કરવી તે તેમને ધમ છે એ બાબતમાં બે મત છે જ નહિ. અને તેથી મંદિરની મિલકતને કોઈ પણ અંશ આ કાર્ય પાછળ ખરચાય એ પણ આવકારદાયક લેખાવું જોઈએ. પણ જે સ્થળે જે મંદિર હોય તે મદિરની મુડી તેમ જ આવક ઉપર તે સ્થળના સમાજને સૌથી પહેલો હકક લાગે છે એ આપણે સમજવું તથા રવીકારવું રહ્યું. અને તે સમાજની તાત્કાલિક જરૂરિયાત તેમ જે આખા સમુદાયની અન્ય પ્રકારની વ્યાપક જરૂરિયાતની તદન ઉપેક્ષા અથવા તો અવગણના કરીને માત્ર જીર્ણોધ્ધાર પાછળ જ આ દ્રવ્યને ઉપયોગ થઈ શકે–એમ કહેવું એ એક પ્રકારની વિચારજડના જ છે અથવા તે પિતાની માન્યતા મુજબ આવેલી આફતને ટાળવાનો એક બુદ્ધિપ્રયોગ છે, વળી જૈનોનાં હિંદભરમાં ૩૫૦૦૦ જેટલાં મંદિરે છે અને તેના ટકાવ અને જીર્ણોદ્ધાર માટે પુષ્કળ દ્રયની અપેક્ષા છે અને તે અપેક્ષા વિચારતાં આજે જૈન મંદિરે પાસે જે કાંઈ દ્રવ્ય એ ડું થયેલું છે તે કાંઈ હીસાબમાં નથી'આ બધી ગણતરી અને શાણપણું આમ એકાએક કયાંથી ફટી નીકળ્યું ? ગઈ કાલ સુધી તે કોઈ ગામડાના ગાણસે આવા કેઈ કાર્ય માટે ટીપ લઈને આવતા તે રૂ. ૫૦૦] ભરી આપતાં તે લાખે ની મીલકત પળા ટ્રસ્ટીઓ જાણે કે અનહદ ઉતકાર કરતા હોય એવું ઘમડ દાખવતા હતા અને આજે આવી ઉદારતા અને જીર્ણોદ્ધારની લગની કયાંથી પ્રગટી નીકળી? આ બાય ટંડુલકર કમીટીના કારણે ઉભો થયેલો સ્મશાનવૈરાગ્ય છે અને ફરજિયાત કરે પડને ત્યાગ છે. અને આ રીતે દેવદ્રવ્ય સામે ઉભું થયેલું જોખમ એક યા બીજી રીતે શમી ગયેલું એવું માલુમ પડશે કે તુરત જ આ જીર્ણોદ્ધારની વાત, વિચારણા અને શરૂ થઈ ચુકેલે અમલ–આ બધુંય અલોપ થઈ જવાનું છે અને દેશદ્રવ્યને જરા પણ આંચ ન આવે એ રીતે કેમ જાળવવું અને વધારવું એ પુરાણી દૃષ્ટિ મુજ" જ જન મંદિરને વહીવટ ચાલવાનો છે.
બીજુ જયારે જીર્ણ થતાં મંદિર વિશે આટલી બધી લાગણી દાખવવામાં આવે છે ત્યારે જીણું થઈ રહેલાં, ભાંગીને ભુકક થઈ જતા માનવી સમુદાય વિષે કોઈનાં દિલમાં કેમ કશો સળવળાટ થત નથી? જૈન સમાજનો જ વિચાર કરીએ તે તેની વિટંબણાઓ અને હાડમારીઓ પણ ક્યાં ઓછી છે ? આખે જન સમાજ મધ્યમ વર્ગને બનેલું છે અને આજે ચઢેલી આફતની આંધી સૌથી વધારે આ વર્ગ ઉપર ઉતરી રહી છે. વ્યાપાર ભાંગતા જાય છે, નેકરીમાં પુરૂં થતું નથી, રહેવાને ઘર મળતાં નથી, અણુવવાને સાધન નથી, માંદગી આવે છે કે કુટુંબીજને ગુંગળાવા લાગે છે. આ જજસ્તિ થતા જતા સમાજને આ વિપુલ દ્રવ્યસંચયમથી ટેકો આપવાને આપણે કશો પણ વિચાર કરી ન શકીએ ? સસ્તા ભાડાના મકાને, ડુબતા કુટુંબેને ટકાવી રાખવા માટે લેને, ભણતર માટે શિષ્યવૃત્તિઓ, મફત ઔષધાલયે--આવી કેટલીયે રાહત આ દભંડારોમાંથી ઉભી કરી શકાય તેમ છે. આમ કરવાથી મંદિર ટકશે અને માનવી જીવનમાં નવા પ્રાણ પુરાશે. પણ નહિ, એમ ન જ બની શકે ! મંદિરને પિસે ઈંટ ચુન અને પથ્થર પાછળ ખરચ શે, માનવીઓના સ્વારશ્ય અને કલ્યાણ માટે એક પાઈ પણ તેમાંથી આપી નહિ શકાય. કારણ કે અમારા
ધર્મનું આવું ફરમાન છે. જેને પાયે ભૂતદયા ઉપર છે, જગદ્રવ્યાપી કરૂણા-ઉપર છે, અને જેની વિચારસરણી શુધબુદ્ધિ વ્યાપાર ઉપર નિર્ભર છે એવા જૈન ધર્મનું આવું એકાન્ત ફરમાન કદિ કોઈ કાળે હાઈ ન જ શકે.
એક આગેવાન કેળવાયેલ બંધુ એમ કહે છે કે આમાંથી જૈનોએ રહેવા માટે મકાન જરૂર બંધાવી શકાય; પણ એ મકાનનું ભાડું ચાલુ દર મુજબ મળવું જ જોઈએ; આમાંથી જેનોને ઉછીનાં નાણા પણ આપી શકાય પણ તે ચાલુ વ્યાજ સાથે અને સધ્ધર જામીનગીરી ઉપર. કે ઇને પણ સુખસગવડ આપતાં દેવદ્રવ્યની એક પણ પાઈ જોખમાવી ન જોઈએ એટલું જ નહિ પણ, તેમાં કાંઈને કાંઈ વધારો થવો જ જોઈએ, આ શુધ્ધ મુડીવાદી મને દશા છે અને દેવદ્રવ્યને ઉગ, મંદિરોને વહીવટ આજ સુધી કેવળ મુડીવાડી મોદશાને આધીન રહીને જ થતા આવ્યા છે, - હવે પ્રશ્ન કાયદાને આવે છે. કેટલાકનું એમ કહેવું છે કે આ બધું તે ઠીક પણ આ સંબંધમાં શું કરવું શું ન કરવું એ બાબતને નિર્ણય લેવાનો અધિકાર સ્થળ સ્થળના સંઘે છે. આવી ધાર્મિક બાબતમાં સરકારે કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી ન જોઈએ. સામાન્યતઃ આ દૃષ્ટિબિન્દુ અને જે રણ બરાબર છે. સરકારની કશી પણ દખલગીરી સિવાય સ્થળ સ્થળના સંધના આગેવાને ફરતા જતા વિચાર, વાતાવરણ અને સમાજની જરૂરિયાતને પુરો ખ્યાલ કરીને પતિપતાની રચના, વ્યવસ્થા અને પરંપરાગત રીતરીવાજમાં ફેરફાર કરતા રહે એ આદર્શ સ્થિતિ છે. પણ આજના આગેવાને સામાન્યતઃ સ્થિતિચુસ્ત મને દશાવાળા, પ્રત્યાધાતી વીણવાળા અને કોઈ પણ નવી વાત, વિચાર કે આન્દોલનને શરૂઆતમાં સખ્ત વિરોધ કરનારા અને પાછળથી અસહાય બનીને તે વાત, વિચાર કે આજોલનને સ્વીકારનારા હોય છે. તેમને અનુસરતે સામાન્ય જનસમુદાય નાની વાત સાંભળે છે, ન વિચાર ઝીલે છે, અને એ મુજબ વ્યકિતગત રીતે અંદરથી પલટતો ચાલે છે. પણ આ વિચાર કે વળણુના પલટાને વ્યકત કરવાની તેને સુજ હોતી નથી, કીંમત હોતી નથી અને તેથી બાહ્યતઃ તે પોતાના આગેવાનોની પાછળ જ જાણે કે ચાલતે હોય એમ માલુમ પડે છે. અંગ્રેજ સરકારે ધાર્મિક તટસ્થતાના નામે પ્રજાને પાચારવિચારી પ્રગતિને હંમેશાં રૂંધવાનું જ કાર્ય કર્યું છે. અને એ ધાર્મિક તટસ્થાનું ભૂત આજે આપણુ આગેવાનેને છેડની માફક વળગ્યું છે. રાજકીય કાતિ પાછળ સામાજિક
રિ પરવેગે ન જીવે તે ધળી ચામડીને ઠેકાણે શામળી ચામડીને કારભાર સ્થપાય અને પ્રજાજીવનમાં કશો પણ પલટ ન આવે. આજે આખા દેશે ખરેખર આગળ વધવું હોય તે ધર્મ અને સમાજના નામે જે કેટલીક અર્થપૂર્ણ અનિષ્ટ રૂઢિઓ ચાલી રહી છે તેને ઉછેદ થવો જ જોઈએ, ધર્મના નામે સ્થગિત ધનભંડારો વહેતા થવા જોઈએ અને નવા ચીક્ષાઓ શરૂ આત થવી જોઈએ, અને આ દિશાએ ખ એ જરૂરી એવા કાયદા કાનુનનાં પણું મંડાણ માંડવા જોઈએ. અસ્પૃશ્યતાને પ્રશ્ન કે મળ ધાર્મિક પ્રશ્ન જે હ. અંગ્રેજ સરકાર એ 'લિ દરમિયાન આ બદી આપણે કઈ રીતે દૂર કરી ન શકયા. આપણા હાથમાં સત્તા આવી કે આ બાબત તુરત જ હાથ ધર.માં આવી, જ્ઞાતિ, ધર્મ અને સમાજના આગેવાનોએ આ બાબત માં ઠીક ઠીક બડબડાટ કર્યો, વિરોધ દાખવ્યું. સામાન્ય જનસમુદાયની અર્ધમુદ્ર, અધમુંગી અર્ધજાગૃત, અધમુખ-પરિણામે તેના મોટા ભાગનું . શું વળશું છે તે સહેજે કળી ન શકાય તેવી સ્થિતિ વર્તાતી હતી. આમ છતાં પણ અસ્પૃશ્યતાનાં અનેક નષ્ઠ ધ્યાનમાં લેતાં તેમ જ સમાજની નવરચનાને વિય ર કરતાં એ બદી ટાળવી જ રહી એમ જેના હાથમાં નવાં સત્ત સૂત્રે આવ્યાં તેમને લાગ્યું અને એ પ્રમાણે તેમણે કાબદા કર્યા. આ રીતે ચાલતાં બહુ થેડા સમયમાં આપણું દેશમાંથી અસ્પૃશ્યતાની રૂઢિ નાબુદ જઈ જશે