________________
જિનતત્ત્વ
दुरभिगंधे पण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कडखडे ण मउण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिब्धे ण लुक्ख ण काउ ण उदे ण संगे ण इत्थी ण पुरिसे ण अन्ना, परिण्णे सण्ण उवमा ण विज्जति अरुवीसत्ता अपयस्स पयणत्थि से ण सदे ण रुचेण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि.
સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ (કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગંધવળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીંત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન ફરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી.
આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી, કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌદ્ગિલક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી યુક્ત છે. એમાં પણ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે, એ આઠ ગુણ તે આઠ કર્મના ક્ષયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે :
दीहकालरयं जं तु कम्मं से सियमट्ठहा सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुबजाय
[ દીર્ઘકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે. ]
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘નવપદની પૂજા'માં સિદ્ધપદ માટે કહ્યું છે :
કરી આઠ કર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા.
શાસ્ત્રકાર લખે છે :
Jain Education International
अष्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन यै: चिदानंदमया मुक्ताः सिद्धाः सिद्ध प्रयोजनाः ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org