________________
સિદ્ધ પરમાત્મા.
ક
કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે તે સ્થિર, અચલ થઈ જાય છે. ત્યાંથી એને હવે પાછા સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફ૨વાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે.
બૃહદ્ આરણ્યક ઉપનિષમાં કહ્યું છે :
तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः ।
[ એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.]
જ
એવી જ રીતે ‘પ્રશ્નોપનિષદ્'માં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી.
एतस्मान्न पुनरावर्तन्ते ।
[એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભવભ્રમણમાં આવતા નથી.] હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે :
तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा I प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ||
महा उज्जवल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्द्रैः | एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपष्मारं 1 अज्जुण सुवण्ण सरिसं णाणारयणेहिं परिपुण्णं । उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं I
पंचत्तालं जोयणया अंगुलं पि यंताम्मि 11
(અંતિમોપદેશ કારિકા)
(તિલોયપણત્તિ)
સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશપ્રાગ્ભાર પણ કહેવામાં આવે છે. સિદ્ધશિલા માટે બીજાં પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તત્રુતિવા, (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાલતિવા, (૯) લોયગંતિવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org