________________
સિદ્ધ પરમાત્મા
પ૭ અજ અવિનાશી, અકલ, અજરામર, કેવલસણ નાણીજી, અવ્યા બાધ, અનંત વીરજ, સિદ્ધ પ્રણામો ગુણખાણીજી..
આમ, ગતિરહિતતા, ઇન્દ્રિયરહિતતા, શરીરરહિતતા, યોગરહિતતા, વેદરહિતતા, નામરહિતતા, ગોત્રરહિતતા, આયુરહિતતા ઇત્યાદિ સિદ્ધ ભગવંતોનાં લક્ષણો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદજીની પૂજા'માં લખ્યું છે : સકલ કરકમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી, અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યક્ષે સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી. સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી,
મુનિરાજ માનસહસ સમવડ, નમો સિદ્ધ મહામુણી. સિદ્ધ ભગવંતો સકલ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. તેઓ જ્ઞાયક સ્વભાવમાં રમણ કરે છે. હવે તેમને વૈભાવિક દશા રહેતી નથી. તેઓ આત્મસંપત્તિવાળા રાજા છે. તેમની આત્મસંપત્તિ પ્રભુતામય છે. હવે તેઓને બીજા કશા ઉપર આધાર રાખવાનો રહેતો નથી. તેઓના એક એક ગુણનો જો ગહનતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સ્વ- દ્રવ્યથી, સ્વ-ક્ષેત્રથી, સ્વ-કાલથી અને સ્વ-ભાવથી સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો હોય છે. વળી સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ થયેલી છે તથા અશરીરત્વ, નિરંજનત્વ વગેરે શુદ્ધપર્યાયોની પણ પરિણતિ થયેલી છે. આ પરિણતિ શાશ્વત કાળ માટે થયેલી છે.
શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે : सिद्धानुभूत कर्म प्रकृति समुदयान साधितात्म स्वभावन् । वन्दे सिद्धि प्रसिद्धये तयमुनम गुणा प्रग्रहवाकृष्टि तुष्टः ।। सिद्धिः स्वात्मोपलब्धि: प्रगुण गुणगणोच्छादि दोषापहराद् ।
થોપવાનપુરા હટ રૂદ્ર યથા માવોપરિ: 1 [ જેમણે સર્વ કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કર્યો છે અને પોતાના સ્વભાવને (નિજસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. એમના જેવા અનંત ગુણોને ધારણ કરનાર મારો આત્મા પણ છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org