________________
કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. સૂત્રમાં કહ્યું છે, “સિદ્ધ guછારવા પીતા'. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે :
जिण अजिण तित्थऽतित्था । गिहि अन्न सलिंग थी नर नपुंसा ।। पत्तेयसयंबुद्धा
बुद्धाबोहिय इक्क-णिकवा य ।। સિદ્ધોના પંદર પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) તીર્થસિદ્ધ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય ઉ. ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે.
(૨) અતીર્થસિદ્ધ – તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ. ત. ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવી અતીર્થસિદ્ધ કહેવાય છે.
(૩) તીર્થંકર સિદ્ધ (જિનસિદ્ધ) જેઓ તીર્થંકરપદ પામીને, તીર્થ પ્રવર્તાવ્યા પછી સિદ્ધગતિ પામે તે “તીર્થંકર સિદ્ધ' કહેવાય. ઉ. ત. નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી વગેરે તીર્થકર સિદ્ધ કહેવાય.
(૪) અતીર્થંકર સિદ્ધ (અજિનસિદ્ધ) – જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થંકર સિદ્ધ કહેવામાં આવે છે.
(૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરૂ વિના સ્વયં દિક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ. ત. કપિલ મુનિ.
() પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – જેઓ ધન, વૃક્ષ, વૃષભ કે એવા કોઈ પદાર્થને અથવા વ્યક્તિને કે સ્થળ વગેરે જોઈને અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં સ્વયં દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ. ત. કરકંડ મુનિ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ હતા.
(૭) બુદ્ધબોધિત સિદ્ધ – જેઓ દીક્ષા લઈ આચાર્યાદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુબોધિત સિદ્ધ કહેવાય.
(૮) સ્ત્રીલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર સ્ત્રીના અવયવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org