________________
આશાતના અને અંતરાય
૩૪૩
ગામડાંઓમાં બોર્ડ વગરનાં આવાં દેરાસરો હતાં. કિંમતી આંગીની પ્રથા આવી ત્યારથી બીજી બધી જરૂરિયાતો ઊભી થઈ.
આવાં બોર્ડ રાખવામાં બીજો એક આશય એમ કહેવાય છે કે દેરાસરની બહાર નીકળતાં માણસ જિનપ્રતિમાને પૂંઠ કરી ન નીકળે. બહાર નીકળતાં ભગવાનને સૂંઠ ન થાય, પરંતુ પૂંઠ કરવાના આ વિષયને પણ બરાબર સમજવો જોઈએ. જૂના વખતમાં નાનાં ગામમાં નાનું દેરાસર હોય અને રંગમંડપ નાનો હોય ત્યાં ભગવાનને પૂંઠ કર્યા વગર પાછા પગે ચાલીને બહાર નીકળી શકાતું. પણ ત્યાં બોર્ડ નહોતાં. પરંતુ હવે જ્યારે મોટા મોટા રંગમંડપો બંધાવા લાગ્યા ત્યાં અડધે સુધી તો માણસને પૂંઠ કરીને નીકળવું પડે છે. વળી પાછા પગે તો દરવાજો ઓળંગવાનું પણ અધરું છે. ઊંધા પગે વધારે ચાલતાં માણસ ક્યારેક પડી જાય, ભટકાઈ પડે કે ચક્કર પણ આવે. મહેસાણા, અયોધ્યાપુરમ્, શાહપુર વગેરેનાં દેરાસરોમાં કેટલા મોટા રંગમંડપો છે ! ત્યાં ક્યાંકને ક્યાંક કોઈક ભગવાનને પૂંઠ થવાનો સંભવ રહે છે. પાલિતાણાના સમવસરણ મંદિરમાં ભમતીમાં પાર્શ્વનાથ ભગવાન છે. એટલે ક્યાંક તો પૂંઠ થવાનો સંભવ રહે છે. રાણકપુરના દેરાસરમાં બહારના ભાગમાં રચના જ એવી કરવામાં આવી છે બે પ્રતિમા સામસામે જોવા મળે. ત્યાં એક ભગવાનનાં દર્શન-પૂજા કરીએ તો બીજા ભગવાનને સૂંઠ થાય. પરંતુ એ અટકાવવા માટે ત્યાં ક્યાંય બોર્ડ રાખવામાં આવ્યાં નથી. આપણાં ઘણાં દેરાસરોમાં ગભારા બહાર રંગમંડપમાં બંને દીવાલોમાં જિનપ્રતિમા હોય છે; એક બાજુના ભગવાનની પૂજા કરીએ તો સામેની દીવાલના ભગવાનને પૂંઠ થવાની. બોર્ડ મુખ્ય દરવાજે હોય અને મોટા દેરાસરમાં બાજુના બે દરવાજા હોય તો ત્યાં તો નીકળતી વખતે પૂંઠ થવાની છે. એટલે આ કારણ પણ બહુ વ્યાજબી લાગતું નથી.
તીર્થંકર ભગવાનનો અવિનય થાય એમ હોય એવે વખતે અંતરપટ એટલી વાર માટે કરવામાં આવે છે. એ જરૂરી છે. દીક્ષા કે પદવી પ્રસંગે શિષ્ય ગુરુમહારાજને વંદન કરે ત્યારે ભગવાનની ઉપસ્થિતિમાં ગુરુ મહારાજને વંદન કરાય એટલો સમય ભગવાન અને ગુરમહા૨ાજ વચ્ચે અંતરપટ રાખવામાં આવે છે. એ યોગ્ય છે અને શાસ્ત્રોક્ત છે.
મોટા ભાગનાં દેરાસરોમાં બોર્ડ ઉપર ગામપરગામના ઉત્સવોની મોટી મોટી પત્રિકાઓ લગાડેલી હોય છે. બીજા પણ સમાચારો ચોકથી લખાયા હોય છે. આ બધું આવશ્યક છે, પણ તે અન્યત્ર હોય તો વધારે યોગ્ય ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org