________________
‘જ્યોત' જ જીવન પંથ
“જ્યોત” જૈન ધર્મના અણમોલ અને અમૃતમય જ્ઞાનથી સત્યશોધક જીવન ક્રાંતિ આણવા માગે છે જેનાથી માનવીનો સર્વાંગી અને વ્યક્તિગત વિકાસ થાય અને સૌને શાંતિ, સંવાદિતા અને પ્રગતિ સુપ્રાપ્ય બને.
જીવનધ્યેય:
અમૂલ્ય જ્ઞાન વારસાનો પ્રચાર અને પ્રસાર. ભવિષ્યની પેઢીઓનું હિત.
વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવામાં સહાયક,
આવા જવાબદાર નાગરિકો આ ભવ્ય જ્ઞાનના આધારે પોતાના ઈષ્ટ જીવન પંથને પામશે.
સંસ્થા ઃ
“જ્યોત” યુવાશક્તિ સંચાલિત, યુવા પેઢી માટેની ધાર્મિક સંસ્થા છે. ભારતીય પરંપરા અને જૈન ધર્મના વિકાસને તે વરેલી છે. ધાર્મિક જ્ઞાનની પધ્ધતિ અને આધુનિક વિચારધારનો તેમાં સમુચિત સમન્વય છે. એના સુભગ આદર્શોની જેમ જ્યોત" સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ એક ઉત્સાહિત અને ઉદ્યમશીલ યુવાનોના પરિપૂર્ણ પુંજ છે. આ યુવાન કાર્યકર્તાઓને અનુભવી વરિષ્ઠ વડીલોનું માર્ગદર્શન સતત મળતું રહે છે.
વડીલો પાસે છે હોંશ, યુવાને પાસે છે જોશ.
આ હોંશ અને જોશનો સમન્વય વિશ્વને વૃંદાવન બનાવવામાં નિમિત્ત બનશે . ઈતિહાસ :
જૈન ધર્મના સચોટ તત્ત્વનો પ્રચાર એજ અમારો ઉમદા હેતુ છે. ભૂતકાળમાં તેણે “રક્ષા ધર્મ અભિયાન” પ્રદર્શન મુંબઈમાં ૨૩ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૮માં યોજ્યુ હતું જેમાં “તીર્થરક્ષા”, તીર્થંકરોએ સ્થાપેલા ધર્મશાસનન સત્તાની સોંપણી, તીર્થંકરોએ બતાવેલા ધાર્મિક અધિકારોના વહેંચણીથી પ્રવિત્ર ક્રિયા, જૈન ધર્મની પ્રાચીનતા અને ઐતિહાસિક સંદર્ભથી ભારતમાં જૈનધર્મની
વ્યપક્તા વગેરે પ્રધર્શિત કરવામાં આવ્યું હતું. આ અભિયાનનને બહોળો
પ્રતિસાદ મળ્યો હતો.
Date: 5th to 15th December 2009