________________
વૈશ્વિક પ્રસન્નતાનો શ્રેયસ્કર ઉપાય જ્ઞાનબીજ
એકવીસમી સદીનો માનવ સુષુપ્ત જ્વાળામુખીના શિખર પર બેઠો છે. ભૌતિકવાદ, ભોગવાદ.... વગેરેએ વિશ્વનો ભરડો લીધો છે. આજે સમગ્ર વિશ્વ ધિક્કાર અને વેદનાથી પીડિત છે. ચારે તરફ અશાંતિ, અસંતોષ, અસલામતી, આગ્રહો, અન્યાય, આંતકવાદ, રોગચાળો, ચિંતા, ભય વગેરેનું વાતાવરણ છવાઇ ગયું છે. ગમગમી વાતાવરણમાં વૈશ્વિક ઉષ્ણાતનો ઉમેરો માનવની ગૂંગળામણને વધારે છે. વર્તમાન વિકટ સંજોગોમાં સુખ અને શાંતિની ખોજમાં નીકળેલાને “જ્ઞાનના બીજ” દ્વારા તે મેળવવા માટે “જ્યોત” પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે.
ભારતીય ધર્મોના અમૂલ્ય અને વિશાળ જ્ઞાન તેમજ તેના પ્રાચીન સમૃદ્ધ વારસાને ફરી પાછો લાવીને લોકસુલભ કરવાનો જ્યોતનો આ પ્રયત્ન છે. જે જ્ઞાનનું બીજ આપણા સહુમાં પાંગરી શકે તેને અંકુરિત કરવાની તાતી જરૂર છે.
VOTIRMAN
/ / #ilike
લે
doll
જ્ઞાનનું દોહન કરીને દરેકનું જીવન સુખી, સ્વસ્થ, સુરક્ષિત, સમૃદ્ધ બને તે માટે “જ્યોત” નવા સૂર્યોદયના સ્વાગત માટે આહ્વાન કરે છે. આપ પણ આ નવા સૂર્યોદયનાં અંતરથી ઓવારણો લેવા માટે આનંદના અક્ષત લઈને “જ્યોત”માં જ્યોત બનીને એક જીવીડી 6Jul 2009
5th