SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કા૨ણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગવૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજ વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નદિ પા એ જ વખતે તેઓ મનોમન ભાવથી આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાધુ છું, એમના કરવાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ? -એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંત એમ બંને પ્રકારનો વિનય ન હોય. શ્રી પતીન્દ્રસૂરિ દક્ષાતાબ્દિ ગ્રંથ વિનયના વ્યવહારવિનય અને નિયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ-સાધ્વીઓ, વીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, ગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પા તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ. કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવનામાં કહ્યું છે : બાળ-સળ-રિત્ત વિળો ત્તિ 1 જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયન છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનવર્શનાત્રોપવારઃ । જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. શ્રી લક્ષ્મીસૂરિએ ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનય ચાર પ્રારનો બતાવ્યો છે : चतुर्याविनयः प्रोकः सम्यज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयाह्वतपोऽचितः ॥ વિનય ચાર પ્રકારનો કરેલો છે. તે સમ્પન્નાનાદિ ભેદ પ્રમાણે છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને Jain Education International (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો "ભગવતી આરાધનામાં બનાવાવમાં આવ્યો છે. विनओ पुन पंचविहो निहिले गाणदंसणचरिते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ ॥ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે : लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविजय मुक्खविणओ विमओ खतु पंचहा होई ॥ લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. ઔપપાતિસૂત્રમાં સાત પ્રકારનો વિષય બનાવવામાં આવ્યો છે : सत्तविहे विणए पण्णत्ते तं जहा णाणविणए, दंसणविणए चरितविणए, मणविणए, क्यणाविणए, कार्याविणए, लोगावयारविणए । વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૩) લોકોપચારવિનયા) આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપા૨ીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુક્સાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. વિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણી વાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંતર પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એકસાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. સમ્યગ્નાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230234
Book TitleVinay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size952 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy